________________
૧E E
વિચાર જ માંડી વાળ્યો. મારે એકના બનીને સર્વના મટી જવું નથી, પરણીને હું એકનો બની જાઉં. તેના બદલે અપરિણીત રહીને સર્વનો બની રહું.એ જ મારા માટે યોગ્ય છે. અને ડૉ. બ્રેકેટે અપરિણીત રહેવાનો સંકલ્પ કરી લીધો.
જીંદગીના અંત સુધી તેઓ ગરીબોની સેવા કરતા રહ્યા. સિત્તેર વર્ષની ઉંમરે જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખું શહેર સ્મશાન યાત્રામાં જોડાયું. એમના સમાધિસ્થાને સુંદર કબર બનાવામાં આવી. એ સમાધિ સ્થાન પર સુંદર સુવાક્ય મુકવાનો સૌને મનમાં વિચાર આવ્યો. એવું કયું સુવાક્ય મૂકવું? એમાં સૌ મુંઝાઈ ગયા.
એ દરમ્યાન વળી એક ઘટના બને છે, પેલો હબસી છોકરો જેનું જીવન અને પ્રાણ આ ડૉક્ટરે બચાવ્યા હતા. એ છોકરો વર્ષો વીતી જવાને લીધે પ્રૌઢ થઈ ગયો હતો. ડૉ. બ્રેકેટના મૃત્યુ પછી એક દિવસ એ છોકરો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તા પર લાગેલા અનેક બોર્ડો પૈકીના એક બોર્ડ પર એની નજર પડી. એક બહુમાળી બિલ્ડીંગના ઉપરના
Jain Education International
કથાની ક્યારી લાગે પ્યારી
For Private & Personal Use Only
www.jainelibrary.org