________________
(જીસકી લાડી ઉસકી ભેંસ)
એક બ્રાહ્મણને એક શેઠે એક ભેંસ આપી. ભેંસ લઈને બ્રાહ્મણ પોતાના ઘર તરફ ચાલ્યો. રસ્તામાં જંગલ આવ્યું. જંગલમાં બ્રાહ્મણને લુંટારો મળ્યો. એના હાથમાં મોટી અને જાડી લાકડી હતી. તેણે બ્રાહ્મણને ધમકી આપતા કહ્યું : તારી ભેંસ અહીં છોડીને તું જલદી ભાગી જા ,નહીં તો તારા હાડકા તોડી નાખીશ !
બ્રાહ્મણ નિશસ્ત્ર હોવાથી સામનો કરી શકે તેમ ન હતો. તેણે કહ્યું કે હું ભેંસ તો આપી દઉં પણ હું બ્રાહ્મણ છું. મને તેના બદલે કાંઈક આપો. ડાકને આ વાત ગમી ગઈ. તેણે કહ્યું મારી પાસે તો આ લાકડી છે. તે લઈ લે..
| બ્રાહ્મણે લાકડી લઈ લીધી અને કહ્યું મારી ભેંસ મને પાછી આપી દે નહીં તો આ લાકડીથી તારા માથાના ટુકડા કરી નાખીશ. જેની પાસે આ લાકડી છે તેની જ આ ભેંસ છે. ડાકુ ભાગી ગયો. બ્રાહ્મણ ભેંસ લઈ ઘરે આવી ગયો.
કથાની ક્યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org