SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બંનેએ કહ્યું : અમે ભવિષ્યનો વિચાર કરતાં હતા. ગામ લોકોએ સમાધાન કર્યું કેભવિષ્યની વાત ભવિષ્યમાં. અત્યારે બંને મિત્રો શા માટે લડો છો? બંનેની મૂર્ખતા ઉપર આખું ગામ હસવા લાગ્યું. ( શબ્દોની ક૨ામત એકવાર એક ભાઈ જયોતિષી પાસે , જયોતિષ બતાવવા આવ્યા. એ ભાઈના હાથની રેખાઓ જોઈ જયોતિષીએ કહ્યું : તમારા પર ગ્રહની માઠી અસર છે. ભવિષ્ય ખરાબ છે. તમારા કુટુંબના બધા માણસો તમારી હયાતીમાં જ મૃત્યુ પામશે. આ સાંભળી પેલા ભાઈને બહુ દુઃખ થયું. પેલા જ્યોતિષી પર ગુસો પણ આવ્યો. બીજી વખત તે ભાઈ બીજા જયોતિષી પાસે જયોતિષ બતાવવા ગયા. જયોતિષીએ તેનો હાથ જોઈને કહ્યું: તમારું ભાગ્ય સારું છે. તમારા કુટુંબની વ્યક્તિઓ કરતાં તમારું આયુષ્ય સૌથી વધારે છે. બન્ને જ્યોતિષીનું કહેવું એક જ હતું. પણ શબ્દો જુદા હતા. પેલા ભાઈ બીજા જયોતિષીની વાત સાંભળી ખૂશ થઈ ગયા. કથાની કયારી | લાપો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy