SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્ખ ! શા માટે મારી પાછળ આવે છે. ઘોડી તારી નથી. તું તો મફતનો માલિક બન્યો છે. જા ભાગ અહીંથી. ચોર શું કરે! તે ઘરે આવીને તેની સ્ત્રીને કહે : ઘોડી જેવી આવી હતી તેવી ચાલી ગઈ. ફકત હૃદયને બાળવા માટે આ હુકકો મારા હાથમાં છે. (શ્રામૃત બાપનો દીકરી) અમેરિકાનો ઉદ્યોગપતિ રોકફેલર એક દિવસ વૉશિંગ્ટનની એક પ્રખ્યાત હોટલમાં ગયો. હોટલના મેનેજરને કહ્યું: મને સસ્તામાં સસ્તા ભાડાનો એક રૂમ આપો. | મેનેજર રોકફેલરને જાણતો હતો. તેણે કહ્યું: સર ! તમે તો ઘણાં મોટા શ્રીમંત છો. તમારો દીકરો તો અહીં આવીને ઘણાં ઠાઠથી રહે છે... અને, તમે.. રોકફેલરે કહ્યું: સાચી વાત છે તમારી! એ દીકરાનો બાપ શ્રીમંત છે. એને ઠાઠથી રહેવું પોષાય. મારો બાપ શ્રીમંત ન હતો. આથી મને ખોટો ખર્ચ પોષાય નહિ. આ સાંભળી મેનેજર ચૂપ થઈ ગયો. વિશ્વનો પહેલા નંબરનો શ્રીમંત પણ ધનનો દુર્વ્યય કરવાનું પસંદ કરતો ન હતો. ૨e 5થાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy