________________
માળા ગણવાનો ક્રમ ,
પંજાબના રાજા રણજીતસિંહ શ્રદ્ધાળુ અને ભકત પુરુષ હતા. તેમના દરબારમાં સંતોનું સન્માન થતું હતું. એક દિવસ એક વૃદ્ધ ફકીર ત્યાં આવ્યા. ભોજન કરી નમાજ પઢી અને માળા ફેરવવા લાગ્યા.
રાજા પણ ત્યાં બેસી માળા ફેરવવા લાગ્યો. રાજાની માળાના મણકા હિન્દુ ક્રમ પ્રમાણે અંદરની તરફ જતાં હતા. અને ફકીરના મુસલમાન કુમથી બહારની તરફ મણકા જતાં હતા. આ જોઈ રાજાએ ફકીરને પૂછ્યું: આ બંને કમમાં ક્યો કેમ સાચો છે? ' ફકીરની સામે આ સમસ્યા હતી. હવે કયા કમને સાચો બતાવવો ને ક્યા કે મને ખોટો બતાવવો ! ફકીરે યુકિતથી કામ લેવું એમ નક્કી કરી બોલ્યા : હે રાજન ! તમે જે રીતે માળા ફેરવો છો એનાથી અંતર આત્મામાં સારા ગુણોનો સંચય થાય. છે, ગુણો વધે છે અને હું જે કુમથી ગણું છું તેનાથી આત્માના દુગુર્થો બહાર નીકળે છે. એટલે બંને કમ ઠીક છે. ફકીરનો ઉત્તર સાંભળી રાજા નવાઈ પામ્યો.
કથાની ક્યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org