________________
તેઓ તે નગર તરફ જઈ રહ્યાં હતાં. નાનોભાઈ વિચારે છે કે મેં કૌઈ દિવસ કોર્ટ જોઈ નથી.
ત્યાં તો ગરીબને જ અપરાધી બનાવવામાં આવે છે.
- બંને ભાઈઓ પૂલ ઉપરથી પસાર થાય છે. પૂલ કઠેડા વગરનો હતો તેથી નાના ભાઈનો પગ લપસી જવાથી તે નીચે પડ્યો. એ જ વખતે એક વેપારી પોતાના બીમાર પિતાજીને ડૉકટર પાસે લઈ જવા માટે પૂલની નીચેથી પસાર થાય છે. તેના પિતાને ઘોડા ઉપર બેસાડ્યા છે. નાનોભાઈ તે વેપારીના બિમાર પિતા ઉપર પડ્યો. અને તેના બિમાર પિતા મરી ગયા.
| નાનાભાઈને જરાપણ ન વાગ્યું. વેપારી ખૂબ ગુસ્સે થયો. તે નાનાભાઈને અદાલતમાં લઈ ગયો. બિચારો ગરીબ ભાઈ એક સાથે બે કેસમાં ફસાયો. ત્રણે જણા આગળ વધ્યા.
નાનાભાઈને થયું કે મને જરૂર સજા થશે. એટલે તેણે એક પત્થર કપડામાં લપેટીને પોતાના કોટના ખિસામાં છૂપાવી દીધો. જો જજ સાહેબ મારી વિરૂદ્ધ ફેંસલો કરશે તો તેને હું આ પત્થર મારી બીજી દુનિયામાં પહોંચાડી દઈશ.
૮૮
૬થાની યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org