________________
અગમ બુદ્ધિ
રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં આવી એક મહાપંડિતે પાંડિત્યનું પ્રદર્શન કર્યું. રાજાએ પ્રસન્ન થઈ એને હજાર સોનામહોરો આપી. પછી પંડિત ધર્મશાળામાં આવ્યો.
ધર્મશાળામાં સૌને ખબર પડી કે અહીં મહાપંડિત ઉતર્યા છે. તેને રાજાએ હજાર મહોર આપી છે. રાત્રે પંડિત શેતરંજી પાથરી સૂઈ ગયો. થોડીવાર પછી એક માણસ પંડિત પાસે આવી સૂઈ ગયો. તે ચોર હતો. તેને ધર્મશાળામાં કોઈ ઓળખતું ન હતું.
મધ્યરાતે સૌ નિદ્રાધીન હતા. ત્યારે પેલા ચોરે પંડિતના માથા નીચેથી થેલી લઈ લીધી. તેમાં જોયું તો મહોરો હતી જ નહીં. પંડિતની પથારી નીચે પણ જોયું. મહોરો ન મળી. ચોર આશ્ચર્યમાં પડી ગયો.
પંડિતે મહોરો ક્યાં મૂકી છે તે જાણવા પેલો ચોર આખી રાત જાગતો રહ્યો. સવાર પડતાં પંડિતજી ઉઠ્યા. તેમણે ચોરના ઓશિકા નીચેથી સોના-મહોરની થેલી કાઢી લીધી, અને પછી આગળ ચાલવા માંડ્યું. ચોર
કથાની ન્યારી
Jain Education International
લાગે પ્યારી
For Private & Personal Use Only
૧૦૬
www.jhelibrary.org