________________
નહી. એવામાં હાથીએ આવીને તર્કવાદીને પોતાની સૂંઢમાં પકડી પોતાના પગ નીચે દબાવીને મારી નાંખ્યો. જો તર્કવાદીએ અનુભવી મહાવતની વાત માની હોત તો બચી જાત .
- શું પંજાબ દૂર છે ? જબ જાતા જલ સૂર્ય તક (તબ) દૂર નહીં પંજાબ ૮, દંગ રહ જાયે સુન સભી (યહ) નાનક દેવ જવાબ //
નાનક દેવ ફરતાં ફરતાં ગંગાના કિનારે પહોંચ્યા. ત્યારે ત્યાં કેટલાક લોકો સૂર્ય સામે પાણીની ધાર કરીને સૂર્યદેવની પૂજા કરતાં હતા. નાનક તેઓને સમજાવવા માટે ગંગાનું પાણી લઈ ઉત્તર દિશા તરફ ફેંકવા લાગ્યા.
મુક લોકોએ નાનકને આમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે નાનક બોલ્યા કે ઉત્તર દિશામાં પંજાબમાં મારું ખેતર છે, ત્યાં પાણી પહોંચાડી રહ્યો છું. ત્યારે લોકો હસ્યા અને બોલ્યા કે ભાઈ એટલે દૂર પાણી કેવી રીતે પહોંચી શકે ! ત્યારે નાનકે કહ્યું કે જો સૂર્ય સુધી તમારું પાણી પહોંચી જાય તો પંજાબ તો બહુ દૂર નથી. ત્યાં કેમ ના પહોંચી શકે ! સૌ ચૂપ થઈ ગયા,
૮૩
૬થાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org