________________
ઝોટા તકો
એક તર્કવાદી પંડિત હતો. તે દરેક વાતમાં તર્ક કર્યા કરે. કોઈની વાત માને નહીં. જ એકવાર તે ચાલ્યો આવતો હતો. ત્યારે સામેથી એક હાથી આવ્યો. ઉપર મહાવત બેઠેલો હતો. પણ હાથી મસ્તીએ ચઢેલો હતો અને મહાવતના કાબુમાં રહેતો ન હતો. આથી મહાવતે બૂમ મારી કે ઓ ભાઈ દૂર ભાગી જાવ. નહીં તો આ તોફની હાથી તમને મારી નાંખશે.
ન આ તો પંડિત એ કંઈ એક અભણ મહાવતની વાત એમ ને એમ થોડી જ માની લે ! તેણે પોતાની ટેવ પ્રમાણે તર્ક કરીને કહ્યું : કે અલ્યા મહાવત ! હાથી અડીને મારશે કે અડ્યા વિના મારશે ! જો હાથી અડીને મારતો હોય તો તું અડીને રહ્યો છે. છતાં કેમ મરી ગયો નથી ! અને આ હાથી અડ્યા વિના મારતો હોય તો હું ગમે તેટલો દૂર ભાગું તો યે શું ! માટે તારી વાત ખોટી છે !
એ તર્કવાદી રસ્તામાંથી દૂર ખસ્યો
દર
કથાની યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org