________________
પાટલીપુત્ર જવાની તૈયારી કરી. ત્યાં તેમના શિષ્ય શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે આવા એક નાનકડા કામ માટે આપને પાટલીપુત્ર જવાની શી જરૂર છે? મને આજ્ઞા કરો તો હું એ કામ પતાવી દઈશ. આચાર્ય તેમને આ કાર્ય માટે આર્શીવાદ આપ્યા. | શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય આકાશ માર્ગે પાટલીપુત્ર પહોચ્યાં. આ વખતે તેઓ પોતાની સાથે કરેણની નાની મંત્રેલી બે લાકડીઓ લઈ ગયા હતા. પાટલીપુત્રનો સંઘ તેમના ત્વરિત આગમનથી ઘણો ખૂશ થયો. પછી શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયના સૂચનથી તેમણે રાજાને . કહેવડાવ્યું. ( હે રાજન્ ! અમારા જૈન મુનિઓ આપના બ્રાહ્મણો-પંડિતોને વિધિસર વંદન કરવા ઈચ્છે છે. તો આવતી કાલે સહુને રાજ સભામાં એકત્ર કરો. આ સાંભળી રાજા હર્ષ પામ્યો. તેણે બીજા દિવસે રીતસર રાજસભા ભરી. તેમાં પ૦૦ બ્રાહ્મણ વિદ્ધાનોને હાજર રાખ્યા. **
અહીં શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય, થોડા જૈન મુનિઓ તથા સંઘના કેટલાક આગેવાનોને લઈ રાજસભામાં હાજર થયા. ત્યાં શ્રી દેવેન્દ્ર
કથાની યારીની
| લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org