________________
| શ્રી અભિનંદન સ્વામિને નમઃ |
|
SS
C નમ્ર નિવેદન )
છે. સકળ શ્રી સંઘને જણાવતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે આ વર્ષે વિ. સં. ૨૦૫૦ના સાયન શ્રી સંઘમાં ચાર્તુમાસ બિરાજમાન પ. પૂ. વિદ્વાન પ્રવચનકાર પ્રવર્તક પ્રવર શ્રી ધર્મગુપ્તવિજયજી મ. ના બંને શિષ્યો પૂ. મુનિ શ્રી રાજપાલ વિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી લબ્ધિદર્શન વિજયજી મ. તથા પૂ. આ. ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. સાધ્વીજી શ્રી આત્મજયાશ્રીજી, સા. શ્રી મુકિતરત્નાશ્રીજી, સા. શ્રી વિરાગરત્નાશ્રીજી તથા સા. શ્રી ભકિતરત્નાશ્રીજી આદિ પૂજયો જયારથી આપણા શ્રી સંઘમાં પધાર્યા છે. ત્યારથી શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ ફેલાયો છે. આ ગીત
તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રકારની વિશિષ્ટ કોટીની આરાધનાઓ, અનુષ્ઠાનો તથા શિબીરો વગેરે કાર્યક્રમો દ્વારા સંઘમાં તપ- જપ અને જ્ઞાનનો અનેરો યજ્ઞ મંડપ મંડાયો છે. વી.
UTS શ્રી સંઘે ઉત્સાહપૂર્વક આ સર્વ શાસન પ્રભાવનાના ધાર્મિક કાર્યકમોમાં ખૂબજ સુંદર રીતે સાથ અને સહયોગ આપ્યો છે. “ “કથાની કયારી લાગે પ્યારી’ પુસ્તક પ્રકાશન માટે પૂ. મુનિ શ્રી રાજપાલ વિજયજી મ.ની પ્રેરણા થતાં જ તથા સાયન શ્રી સંઘના જ્ઞાનપ્રિય શ્રાવક-શ્રાવિકાઓએ તન-મન-ધનથી ખૂબ જ ઉદારતાપૂર્વક લાભ લઈ જ્ઞાન ભક્તિ કરી છે.
આ પુસ્તકની સુંદર પ્રસ્તાવના પ્રો. શ્રી હસમુખભાઈ શેઠે ખૂબ જ સુંદર રીતે લખી આપી છે. તેઓ ““મુંબઈ સમાચાર’’ ના “દિવાદાંડી' ' વિભાગમાં હૃદયસ્પર્શી લેખો પ્રસ્તુત કરે છે. સમય કાઢીને તેઓશ્રીએ પ્રસ્તાવના લખી આપવા બદલ ખૂબ આભાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org