________________
જેવો અજ્ઞાની નાસ્તિક મળતા તેને પૂછયું કે પ્રાણીઓને જે કાંઈ સુખ મળે છે તે ધર્મથી કે અધર્મથી ?
નાસ્તિકે કહ્યું કે ધર્મ તો ભોળા લોકોને ઠગવાનો પ્રપંચ છે. અધર્મથી જ સુખ થાય છે. આ સાંભળી ધરણે શરત પ્રમાણે ધનના બંને નેત્રો કાઢી લીધા. આગળ જતા જંગલમાં ધનને મૂકી ધરણ છાનોમાનો છે ઘરે આવ્યો ને માતા પિતાને કહેવા લાગ્યો કે જંગલમાં અમે સૂતા હતા ત્યાં વાઘે ધનને ફાડી ખાધો. હું ભયથી ત્રાસી તેની નજર ચુકવી મહામુકેલીએ અહીં આવ્યો છું.
[ આ સાંભળી ધનના માતા પિતા તથા તેની પત્નિ રૂદન કરવા લાગ્યા. ધરણ બહારથી દુઃખી અને અંદરથી આનંદ પામતો હતો. પુણ્યાત્મા ધનને વનદેવતાએ દિવ્યાંજન આપી તેના નેત્રો નિર્મળ બનાવ્યા. અને તેને વનદેવતાએ કહ્યું : આ દિવ્યાંજનથી તું બીજાના નેત્રો પણ સારા બનાવી શકીશ.
ધનકુમાર ત્યાંથી સુભદ્ધપુર નગરે આવ્યો. ત્યાં અરવિંદ રાજાની પુત્રી પ્રભાવતી કર્મ સંયોગે અંધ બની હતી. રાજાએ પડહ વગડાવ્યો કે જે કોઈ મારી પુત્રીને દેખતી
કથાની ક્યારી
લાગે પ્યારી
૧૬ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org