________________
१२
માણસ પોતાની પત્નીની પૂજા કરતો. નૈવેદ્યઆરતી પણ ઉતારતો,
Jain Education International
એક દિવસ પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો. ત્યારે પતિએ પત્નીને ખૂબ મારી. ત્યારે પતિને લાગ્યું કે અત્યાર સુધી હું શક્તિ વગરનાની પૂજા કરતો હતો. ખરો શક્તિશાળી તો હું પોતે જ છું. ત્યારથી તે પોતાની પૂજા-આરતી કરતો, નૈવેદ્ય ચઢાવતો અને પોતે જ તે ખાઈ જતો.
ગાંધીજીએ કહ્યું કે..
એકવાર ગાંધીજી પોતાના આશ્રમમાં છોકરાઓ સાથે સાબરમતી નદીમાં નહાવા ગયા. ગાંધીજી પાણીમાં ઉભા રહી છોકરાઓને અહિંસા ઉપર સમજાવતા હતા. ત્યારે એક કાચબો ગાંધીજીના પગે કરડ્યો. થોડુ લોહી પણ નિકળ્યું.
એક છોકરાએ પૂછ્યું બાપુ, તમે અહિંસાની વાતો કરો છો પણ આ કાચબાને અહિંસાની વાત કેમ નથી સમજાવતા ! ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું કે પહેલાં મનુષ્યને તો શીખવાડું બેટા ! આ કાચબાનો નંબર તો પછી આવશે..!
કથાની ક્યારી લાગે પ્યારી
For Private & Personal Use Only
www.jainelibrary.org