________________
બતાવી દો એટલે રામાયણ પૂરી થઈ જાય.
બેગમને આ સાંભળી કોધ ચઢ્યો. તેણે બાદશાહી રામાયણના બધા જ કાગળો બાળી નાખ્યા અને બાદશાહને કહેવડાવ્યું કે આપણે રામાયણ નથી લખાવવી બીરબલ ખૂશ થઈ ગયો. તેને તો મફતનું ઈનામ મળી જ ગયું હતું !
હું મોટા પંડિત છું
એક દિવસ દયાનંદ સરસ્વતીને એક મોટા પંડિતજી મળવા માટે આવ્યા. સ્વામીજીએ એમને બેસવા માટે એક આસન આપ્યું. પંડિતજી બોલ્યા : હું એક મોટો પંડિત છું એટલે બેસવા માટે ઉંચી જગ્યા જોઈએ.
સ્વામીજીએ હસીને પાસેના ઝાડ તરફ આંગળી ચીંધતા મીઠા અવાજે કહ્યું: પંડિતજી ! બેસવાની જગ્યાથી જો મહાનતા દેખાતી હોય તો આપણા કરતાં વધુ મહાન એક કાગડો છે. જે પેલા ઝાડની છેક ઉપર બેઠો છે. સ્વામીજીની વાત સાંભળીને પંડિતજી શરમાઈ ગયા. અને પછી નીચા આસને જ ચૂપચાપ બેસી ગયા.
કથાની યાદી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org