________________
(પોલિયíની હા૨ પાછળ..)
| ટ્રાંસના ભાગ્ય વિધાતા તરીકે પંકાયેલો નેપોલિયન વોટર્લના યુદ્ધમાં કેમ હારી ગયો ! આખા વિશ્વને ધ્રુજાવનારો (“આલ્સ’’ નામના વિરાટ પર્વત ઉપર ચઢતાં થાકી ગયેલા સૈનિકોને પણ જમ્બર હિંમત આપીને તેની ઉપર ચઢાવી દેનાર ) અંતે * ‘સેંટ હેલીના ટાપુમાં'' સડી-સબડીને મરી ગયો. એનું કારણ...એના જીવનની એક નબળી કડી હતી.
વિશ્વ વિજેતા બનવાની ભાવના ધરાવતો નેપોલિયન જયારે યુદ્ધ મેદાનમાં ઘડ સવાર બનીને રણે ચડે ત્યારે તેની અપ્રતિમ લડાયક શકિત જોઈને શત્રુઓ પણ નવાઈ પામતા. એ નેપોલિયનને કોઈકે એકવાર પૂછયું : તમારી આટલી બધી તાજગીની પાછળ કયું બળ કામ કરે છે ? ત્યારે તેણે કહ્યું : મારી પત્નીનો સ્નેહ પામીને જ્યારે હું જંગે ચડું છું ત્યારે પર્વતો પણ મારી આડે ઉભા રહી શકતા નથી.. - એક વખતની વાત છે, યુદ્ધમાં શત્રુઓ એને કોઈપણ રીતે જીતી શકે તેમ ન હતા.
૧૬૫
ઉથાની જ્યારી
| લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org