________________
પાર્શ્વનાથના નામથી ઓળખાય છે.
વસ્તુનો શ્રેષ્ઠ ઉપયોગ) - ડેપ્યુટી કલેકટર રામચરણ બસુ વૈદ્યનાથમાં પોતાના ગુરુ બાલાનંદ સ્વામી સાથે રહેતા હતા. એક સમયે એમણે સ્વામીજીને એક કિંમતી શાલ ઓઢાડી. સ્વામીજી એ શાલ ઓઢી બહાર ફરવા ગયા. માર્ગમાં ટાઢથી ધ્રુજતા એક માણસને જે , એ શાલ એને ઓઢાડી દીધી. કવામીજી ફરીને પાછા આવ્યા. ત્યારે બસુએ સ્વામીના અંગ પર એ શાલ ન જોઈ, એટલે ખૂબ જ નમ્રતાપૂર્વક ગુરુજીને પૂછ્યું : સ્વામીજી! આપે શાલ ક્યાંક ભૂલી આવ્યા લાગો છો? કે સ્વામીજીએ કહ્યું : રામચરણ ! તેં શાલ મને આપી દિધી, પણ તે તેના ઉપર તારું સ્વામીત્વ ચાલુ રાખ્યું છે ? આ શાલ તેં મને ભકિતભાવે આપી હતી. મેં મારા કરતા વધુ જરૂરીઆતવાળાને આપી દિધી. શાલ ઠંડીથી રક્ષણ કરવા માટે છે. તે કોઈની પણ પાસે હોય તેમાં શું ફરક પડે છે ! જેને જે વસ્તુની જરૂર હોય તેની પાસે તે વસ્તુ જાય તે જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ છે.
100
કથાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org