________________
જવાતું હોય તો પછી નરકમાં કોણ જશે ? કો દત્તે કહ્યું : તમારી વાત સાચી શી રીતે મનાય ! ગુરુએ કહ્યું : આજથી સાતમે દીવસે ઘોડાના પગના ડગલાથી ઉડલી વિષ્ટા તારા મુખમાં પડશે, અને પછી તું લોઢાની કોઠીમાં પુરાઈશ. આ અનુમાનથી તારી અવશ્ય નરકગતિ થશે. એમનું નક્કી માનજે. | દત્તે કહ્યું કે તો તમારી શી ગતિ થશે ? ગુરુએ કહ્યું કે અમે ધર્મના પ્રભાવે વર્ગે જઈશું. આ પ્રમાણે સાંભળીને કોધ પામેલા દત્તે વિચાર કર્યો કે સાત દિવસની અંદર તેમના કહેવા પ્રમાણે નહીં થાય તો અવશ્ય તેમને હું મારી નાંખીશ. એમ વિચારી કાલકાચાર્યની આસપાસ રાજસેવકોને મૂકી તે નગરમાં આવ્યો. | આખા શહેરના તમામ રસ્તાઓમાંથી અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા. સર્વ સ્થળે પુષ્પો પાથરી દીધા. પોતે અંતપુરમાં જ રહ્યો. છ દિવસ વીતી ગયા. ત્યારે તેણે ભૂલથી સાત દિવસ વીતી ગયા માની આઠમે દિવસે -ખરું જોતા સાતમે દિવસે તે ઘોડા પર બેસી ગુરુ ને મારવા ચાલ્યો.
તેવામાં કોઈ માળી વૃઇ હોવાથી
૬ ૩૧
૬થાની યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org