________________
ગયો કે તરત જ સંકેત મુજબ જલ્લાદોએ તેને મારી નાંખ્યો. અતિ ઉગ્ર પાપના યોગે મરીને તે સાતમી નરકે ગયો.
પછી ધનદેવને રાજા પાસેથી સર્વ વૃત્તાંત જાણવા મળે છે. તે જાણીને તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે માતા પિતાને તેડાવી શ્રી ભુવનપ્રભ મુનિ પાસે ચારિત્ર લીધું. દ્વાદશાંગી ભણીને ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા. ગુરુના મુખેથી વિનયનો મહિમા સાંભળી ધનદેવ મુનિએ ગુર્નાદિ પંચ પરમેષ્ટીનો વિનય કરવાનો અભિગ્રહ લીધો. અનુક્રમે વિહાર કરતાં સાકેતપુરના ઉદ્યાનમાં આવ્યાં.
ત્યાં આદિત્ય નામે ચૈત્યમાં જિન પ્રતિમાને વંદન કરવા આવ્યા. ધરણેન્દ્ર પણ ત્યાં આવ્યા તેમણે મુનિની પરીક્ષા કરવા તેમના શરીરે સર્પો વીંટાળી ડંશ આપી ઘણા ઉપસર્ગો કર્યા. મુનિએ બધા ઉપસર્ગો સમભાવે સહન કર્યા. ત્યારે ધરણેન્દ્ર પ્રસન્ન થઈ અપરાધ ખમાવી તેમનાં ગુરુ પાસે આવી પૂછ્યું કે ધનદેવ મુનિએ આવા પ્રકારના ઉત્તમ અભિગ્રહથી શું પુણ્ય મેળવ્યું ?
ગુરુએ કહ્યું : વિનય પદની આરાધનાથી તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે, ધનમુનિ
૬થાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org