________________
અને લડાઈ પર આવી ગયા. એટલે અત્યાર સુધી મૌન રહેલા પહેલવાને વિચાર્યું કે આ લોકો અહીં જ લડી પડશે. આગળ જવામાં વિલંબ થશે. માટે હવે આ લોકોને સીધા કરવા જોઈએ. પહેલવાને ત્રણેને કડક શબ્દો કહીને ચૂપ કર્યા. અને શેઠજીને પકડી જમીન ઉપર પછાડી તેમની છાતી પર પગ મૂકી પૂછ્યું : બોલો - પક્ષીએ શું કહ્યું હતું...!! | શેઠજી ગભરાઈ ગયા. તે હાથ જોડી કહેવા લાગ્યા કે જે રીતે તમે અર્થ કર્યો તે જ સાચો. મારો અર્થ ખોટો. પછી પંડિતજી અને મૌલવી તરફ લાલ આંખ કરી પૂછ્યું: . બોલો પક્ષીએ શું કહ્યું હતું ! - પંડિત અને મૌલવીએ ઉત્તર આપ્યો કે “તામ તીમ તસરથ શાબાસ તેરી કસરત'' એમ બોલી રહ્યા હતા. પહેલવાને શેઠજીને છોડી દીધા. બધા ચૂપચાપ પોતાના રસ્તે આગળ વધ્યા. મારું ગમે તેટલું કોઈ બડી જાય, પણ મારે ક્રોધ કરવો જ નથી. મારે કોઈને ક્રોધનું દાન આપવું જ નથી. મારે તો ક્ષમાનું જ સૌને દાન કરવું છે.
કથાની જ્યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org