________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રસ ]
આત્મખ્યાતિઃ પાંચ ખ્યાતિ અથવા ભ્રમમાંનો - એક દેરીમાં સર્પ ભાસે તેને વિજ્ઞાનવાદી
બૌદ્ધા આત્મખ્યાતિ કહે છે, એટલે કે વિજ્ઞાન
પોતે જ સર્ષરૂપે પ્રતીત થાય છે એમ કહે છે. આત્મજ્ઞાનઃ પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન; બ્રહ્મ
જ્ઞાન તત્વજ્ઞાન. આત્મદર્શન: આત્માને સાક્ષાત્કાર. આત્મધમ : અજર, અમર, અસંગ, અનંત,
અક્રિય, નિર્ગુણ, નિત્ય, નિરાકાર, નિરંજન,
અચિન્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત વગેરે. આત્મનિવેદન નવધા ભક્તિમાંની એક પ્રેમ
લક્ષણા ભક્તિ; અપક્ષાનુભવ. પિતાના માનેલા શરીર સહિત સ્થાવર જંગમ સર્વ પિતાના ઈષ્ટ દેવને શુદ્ધ બુદ્ધિથી અર્પણ કરીને તેમાં
મમતા રહિત રહેવું તે. આત્મા : સ્કૂલ, સૂક્ષમ અને કારણ એ ત્રણ શરીર
થી ભિન્ન, પંચકોશથી ભિન્ન; જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને સાક્ષી, સચ્ચિદાનંદસ્વરૂપ, વેદાંતના મહાવાક્ય “તવમસિ” માં કહેલા, “ત્ય પદને લક્ષ્યાર્થ. .
For Private and Personal Use Only