________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 0 ]
કેટલાક કહે છે કે, આ જીવમુક્તિ માત્ર અર્થવાદ છે, કારણ કે જ્ઞાન સમકાલ મોક્ષને સિદ્ધાંત છે. વળી જ્ઞાનીને શરીર કે પ્રારબ્ધ કર્મ રહી શકતાં નથી. કારણ કે જ્ઞાની એટલે આત્મા. આમા નિત્યમુક્ત છે, તેણે કદી કર્મ કર્યું નથી, તેથી તેને પ્રારબ્ધ નથી અને પ્રારબ્ધ નહિ હાવાથી શરીર પણ નથી. વળી આ સમગ્ર પ્રપચ સ્વમા જેવું છે. એટલે સ્વમની પેઠે તત્ત્વજ્ઞાનને પ્રપંચ પણ વિલય પામત હવાથી માત્ર આત્મા નિત્યમુક્ત છે એ ભાન સિવાય મુક્તિના ભાગ સંભવે નહિ. વળી તવમસિ વાકયમાં વર્તમાનકાળ બતાવ્યા છે, જે શરીર ગયા પછી મેક્ષ, કેવલ્ય મળવાનું હોત તો “તત્ત્વ વિખ્યા-તે તું થઈશ” એવું વાક્ય આવત; તેથી પણ એમ લાગે છે કે
જીવન્મુક્તિ અથવાદ છે. જ્ઞાતવ્ય: જાણવા યોગ્ય, જ્ઞાનને વિષય (બ્રહ્મ
અને આમાની એક્તા). જ્ઞાન : જીવ અને બ્રહ્મ ભિન્ન નથી પણ એક છે
એમ જાણવું અને તે પ્રમાણે વર્તવું તે; બ્રહ્મ અને આત્માનું એકત્વ અનુભવવું તે. પક્ષ અને અપરોક્ષ એવા આ જ્ઞાનના બે પ્રકાર
સ, સા.
For Private and Personal Use Only