________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નિર્વિકલ્પ સમાધિમાં લાંબા કાળ રહેવું તે) અને ૭ તુર્યા-તુર્યગા (બ્રાહ્મીસ્થિતિ-સર્વદા બ્રહ્મમય રહેવું તે અવસ્થા–સંપૂર્ણ નિષ્ઠા). અજ્ઞાન=મેહનાં સાત પગથિયાં છે: ૧. બીજ જાગ્રત, ૨. જાગ્રત, ૩. મહાજાગ્રત, ૪. જાગ્રત
સ્વમ, ૫. સ્વમ, ૬. સ્વમ–જાગ્રત અને ૭. સુષુપ્તિ. ભેદઃ સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ત્રણ
ભેદ પદાર્થોને છે. સમાન જાતિવાળાને પરસ્પર ભેદ તે સજાતીય ભેદ કહેવાય છે. જેમ કે, એક આંબાના ઝાડને બીજા આંબાના ઝાડથી ભેદ છે. બીજી જાતના પદાર્થોથી જે ભેદ તે વિજાતીય ભેદ છે. જેમ કે વૃક્ષથી પથ્થરનો ભેદ અને અવયવ અને અવયવીને ભેદ તે સ્વગત ભેદ છે; જેમ વૃક્ષનાં પાંદડાંથી, ફળથી, ડાળીથી, ફલથી ભેદ છે. વળી જીવ, ઈશ્વર અને જડ જગતના પરસ્પર પાંચ પ્રકારના ભેદ થાય છે તે આ પ્રમાણે છેઃ ૧ જીવ-ઈશ્વરને ભેદ, ૨ જીવ-જીવને પરસ્પર ભેદ, ૩ જીવ-જડને ભેદ, ૪ ઈશ્વર–જડને ભેદ અને ૫ જડ-જડનો ભેદ. આ બધા પ્રકારના ભેદે તત્ત્વજ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે. ગઃ સુખ-દુઃખને અનુભવ છે.
For Private and Personal Use Only