Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાવકઃ ભેદ બતાવનારું; વિશેષણરૂપ. વ્યાવહારિક જીવઃ સાભાસ અંતઃકરણરૂપ જીવ. વ્યાવહારિક સત્તા: ત્રણ પ્રકારની સત્તામાંની એક, જે ઇશ્વરસૃષ્ટિ એટલે દેહ, ઇંદ્રિય આદિ પ્રપંચમાં છે, અને જેને બાધ બ્રહ્મજ્ઞાનથી થાય છે તે; જન્મ, મરણ, બંધ, મોક્ષ આદિ વ્યવહારને સિદ્ધ કરવાવાળી જે સત્તા એટલે વિદ્યમાનતા અથવા હોવાપણું તે. શકિતઃ બ્રહ્મને આશ્રયે રહેનારી માયા; આવરણ અને વિક્ષેપ એ બે પ્રકાર એના છે. શકિતવૃત્તિઃ શબ્દનો અર્થ સાથે સંબંધ જેથી શક્યાથે કે વાચ્યાર્થ થાય છે તે. શક્યાથ: શબ્દને મુખ્ય અર્થ; વાગ્યાર્થ. શબ્દઃ આકાશમાને (શ્રોત્રગ્રાહ્ય) ગુણ પંચ તન્માત્રા અથવા પંચ વિષયમાંનો એક. શબ્દપ્રમાણુ યથાર્થ વતાનું કહેલું વચન. યથાર્થ વક્તા-સત્યવક્તા, શાસ્ત્ર પ્રમાણ શબ્દપ્રવૃત્તિ: જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ, ચાર શબ્દ પ્રવૃત્તિમાં નિમિત્ત છે, બ્રહ્મમાં તેમની પ્રવૃત્તિ નથી એમ વિચારવું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130