________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ] જિજ્ઞાસુ ચાર પ્રકારના મનુષ્ય કહેવાય છે. તેમાં
જેઓ ઉત્તમ સંસ્કાર કરી સત્ શાસ્ત્રનું શ્રવણ કરી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય તે જિજ્ઞાસુ” કહેવાય છે. પામર, વિષયી, જિજ્ઞાસુ અને મુક્ત એમ ચાર પ્રકારના મનુષ્ય છે. ઉત્તરોત્તર વધારે સારો મનુષ્ય કહેવાય છે. જીવઃ બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ, ચિદા
ભાસ ચૈતન્ય અધિષ્ઠાન તેમાં કલ્પિત બુદ્ધિ અને તેમાં પડેલી ચેતન્યની છાયા-આભાસ આ ત્રણ મળીને જીવ કહેવાય છે. ઉપાધિના ભેદથી એ વિશ્વ, તેજસ અને પ્રાસ કહેવાય છે; અથવા અજ્ઞાનમાં પડતું ચિંતન્યનું પ્રતિબિંબ; અથવા એકજીવવાદીના મતમાં સઘળો પ્રપંચ આ અજ્ઞાન ઉપહિત આત્મારૂપ જીવની કલ્પના છે પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક
એમ પણ કેટલાક જીવના ભેદ પાડે છે. જીવકત ત મનથી કલ્પાયેલું જગત, સ્ત્રીપુત્રાદિક.
જેમકે ઈશ્વરરચિત સ્ત્રી એક છે છતાં તે સ્ત્રીને જેવાવાળા તેના સંબંધીઓ રૂપ પ્રતિયોગીએની માનસિક સ્ત્રી જુદી જુદી હોય છે. તે સ્ત્રી તેના પિતાની પુત્રી છે, ભાઈની બહેન,
For Private and Personal Use Only