________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦]
પ્રકૃતિ ત્રણ ગુણની સામ્યાવસ્થા; સત્વ, રજ અને
તમ એ ત્રિગુણાત્મક જે સમાન અવસ્થારૂપ જડ છે. જગતનું મૂળ કારણ માયા; અવ્યક્ત, પર અને અપરા તથા સર્વ પ્રધાન અને તમપ્રધાના એવા એના ભેદ છે. સર્વપ્રધાનાના શુદ્ધસવા અને મલિનસત્તા એવા ભેદ છે. શુદ્ધસવા તે માયા અને મલિનસન્તા તે અવિદ્યા. સાંખ્યમત પ્રમાણે પાંચ તન્માત્રા, મહત્તત્ત્વ, અહંકાર અને અવ્યક્ત એ આઠ પ્રકૃતિનાં છ લક્ષણો છે: (૧) પૂર્વકર્મના સંસ્કાર પ્રમાણે જે સ્વભાવનું બંધારણ તે પ્રકૃતિ. (૨) બીજા તત્ત્વનું એ ઉપાદાનપણું તે પ્રકૃતિત્વ. (૩) (સાંખ્યમતમાં) જે ઉત્પત્તિરહિત હોઈને બીજા(તત્વ)ની જનક હોય તે મૂળ પ્રકૃતિ કહેવાય છે. (૪) કાર્યરૂપે જે વિકાર પામે છે તે પ્રકૃતિ કહેવાય છે. (૫) સત્ત્વ, રજસ અને તમસ એ ગુણોની સામ્યવસ્થા તે પ્રકૃતિ અથવા (૬) જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન તે પ્રકૃતિ. પ્રકૃતિના પ્રકાર આઠ છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) મન (સમષ્ટિ મનરૂપ અહંકાર), (૭) બુદ્ધિ (સમણિ બુદ્ધિરૂપ મહત્તત્વ) અને (૮)
For Private and Personal Use Only