________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ] પ્રમા, એમ છ પ્રકારની છે.
પ્રત્યક્ષ પ્રમાણ: છ પ્રમાણમાંનું એક પ્રત્યક્ષ
પ્રમાનું કરણ (સાધન) જે નેત્રાદિ ઈદ્રિયો છે તે પ્રત્યક્ષ પ્રમાણુ કહેવાય છે. આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રોત્ર, ચક્ષુ, જિહુવા, ત્વચા અને ઘાણ તથા
મન એવા ભેદથી છ પ્રકારનું છે. પ્રત્યગ્દષ્ટિઃ ઈદ્રિાની અંતર્મુખ વૃત્તિ. પ્રત્યંગાત્મા : અંતરાતમા, સાક્ષી, કૂટસ્થ, પ્રત્યક=
અંતર; આમા ચૈતન્ય. શરીરની અંદર રહીને
સર્વને પ્રકાશ કરનાર ચૈતન્ય. પ્રત્યાહાર: ગનાં આઠ અંગમાંનું એક વિષયો
થી સઘળો ઇદ્રિયોનો નિરોધ; સર્વ ઇંદ્રિયોને અંતર્મુખ કરવી તે. જેમ કે : यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः।। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। જેમ કાચબો પોતાનાં અંગને પિતે સમેટી લે છે, એવી રીતે આ પુરુષ જ્યારે પિતાની બધી ઇંદ્રિય બધી તરફથી ઇંદ્રિયોના વિષમાંથી સમેટી લે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે, આ પ્રત્યાહાર છે. (ગીતા ર–પ૮).
For Private and Personal Use Only