________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૬ ] જ રીતે સદ્દગુરુના ઉપદેશથી સશસ્ત્ર દ્વારા જિજ્ઞાસુની વૃત્તિ આત્મા તરફ વળે છે ત્યારે જ તેને નિત્યપ્રાપ્ત મેક્ષસ્વરૂપ આત્માને અનુભવ થાય છે અને શાંતિ લાભ કરે છે. મેક્ષ માટે
આ સિવાય અન્ય કઈ રસ્તો નથી. કામ? રજોગુણના કાર્યરૂપ રાગ, ઈરછા, પ્રસિદ્ધ
સંસ્તરના હેતુરૂપ ભેગેચ્છા. કામ્યકર્મ: ફળના નિમિત્તે કરેલું કર્મ સ્વર્ગાદિક
સુખપ્રાપ્તિના કારણરૂપ કર્મ, જેવાં કે, અગ્નિહોત્ર,
સોમયાગ વગેરે. કારણ: જેના વડે કાર્ય ઉત્પન્ન થાય તે. આ કારણ
બે પ્રકારનું છે : નિમિત્ત અને ઉપાદાન. જે કારણ કાર્યના સ્વરૂપમાં પ્રવેશેલું ન હોય અને કાર્ય ઉત્પન્ન થવામાં સહાયરૂપ હોય તે નિમિત્ત કારણ છે. જેમ કે, ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચાકડો, ગધેડે વગેરે વાહન. આ બધાં નિમિત્ત કારણ છે; કારણ કે તેમની સહાય વડે ઘડે ઉત્પન્ન થાય છે; અને ઉપાદાનકારણ એટલે જે કારણ કાર્યના સ્વરૂપમાં પ્રવેશીને રહ્યું હોય અને કાર્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે તેનું ઉપાદાનકારણ કહે
For Private and Personal Use Only