________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪] એવી ઈચ્છાવિશેષ; વિૌષણ-ધનસંપત્તિ એકઠી કરવાની ઇચ્છાવિશેષ; પુષણ-સ્ત્રી-પુત્ર વગેરે સંસારની તેમ જ શિષ્ય વગેરેની ઈચ્છાવિશેષ.
આ પ્રકારે એષણાના ત્રણ પ્રકાર છે. એહિકઃ આ લેક સંબંધી. મૂશ્કારઃ એ બ્રહ્મવાચક શબ્દ પિોતે જ બ્રહ્મ રૂપ છે; અક્ષરબ્રહ્મ; શબ્દબ્રહ્મ; એમાં અ, ઉ અને મ એ ત્રણ અક્ષર છે. “અ” વિરાટ અને વિશ્વનું તથા વિષ્ણુનું વાચક છે, “ઉ” હિરણ્યગર્ભ, તૈજસ અને બ્રહ્માનું વાચક છે અને “મ” એ ઈશ્વર તથા પ્રાજ્ઞ તેમ જ શંકરનું વાચક છે;
પ્રણવ, બ્રહ્મનું પ્રતીક અને બ્રહ્મામયતા. કરણઃ સાધન; અસાધારણ કારણ કર્તવ્ય કરવા યોગ્ય જ્ઞાનનું સાધન, ફરજ. કમઃ કાયિક, વાચિક, માનસિક કિયા એના બે
પ્રકાર છે: વિહિત અને નિષિદ્ધ, તેમાં વિહિત કર્મના ચાર પ્રકાર છે નિત્ય, નૈમિત્તિક, કામ્ય અને પ્રાયશ્ચિત્ત. વળી સંચિત, આગામી અને પ્રારબ્ધ-એ પ્રકારે ત્રણ ભેદ છે, તેમાં આગામીને ક્રિયમાણ કર્મ પણ કહે છે. તત્ત્વજ્ઞાનથી સંચિત કર્મ ભસ્મ થાય છે, આગામીને સ્પર્શ
For Private and Personal Use Only