________________
પ્રયોગોમાંના ઘણાક છેદસૂત્રે ઉપરનાં ભાષ્યમાંથી અને ચૂર્ણિમાંથી પણ પ્રાપ્ત થતા હોઈ “વસુદેવહિંડી ” માં પ્રયોજાઈ છે તેવી આર્ષ જૈન મહારાષ્ટ્રની એક સતત પરંપરા ઐતિહાસિક દષ્ટિએ ખડી કરવામાં સહાયભૂત થાય છે. “વસુદેવ-હિંડ' માંના સંખ્યાબંધ આર્ષ પ્રયોગો અને રસપ્રદ લાક્ષણિકતાઓ પ્રાકૃત વિષેના આપણુ જ્ઞાનમાં ગણનાપાત્ર ઉમેરો કરે છે, એટલું જ નહીં પણ પ્રાકૃત વ્યાકરણ અને ભાષાકીય ઈતિહાસના કેટલાય અંધકારમય પ્રદેશ ઉપર નો પ્રકાશ ફેકે છે. આચાર્ય ધર્મસેનગણિ મહત્તકૃત “વસુદેવ-હિંડી'ના મધ્યમ ખંડનું સંપાદન અને પ્રકાશન પણ આ રીતે અનેક દૃષ્ટિએ આવકારપાત્ર થઈ પડશે.૩૧ વસુદેવ-હિંડી માંથી પ્રાપ્ત થતી સામાજિક-સાંસ્કૃતિક માહિતી
વસુદેવ-હિંડી” એ કથાનુયોગનો ગ્રન્થ હાઈ સ્વાભાવિક રીતે જ તેમાંની કથાઓમાં સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે ઉપયોગી અને રસપ્રદ એવા સંખ્યાબંધ ઉલ્લેખ મળી આવે છે. એમાંના કેટલાક ઉલેખ તદ્દન નવી જ હકીકતે રજુ કરતા હોઈ ઘણા મહત્તવના છે, જ્યારે બાકીના ઉલ્લેખો પ્રાચીન ભારતની સંસ્કૃતિના અભ્યાસ માટે સારી એવી પૂરક માહિતી પૂરી પાડે છે. આવી માહિતીને સંકલિત સ્વરૂપમાં બનતા સંક્ષેપમાં અહીં રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.
સૌ પહેલાં સામાજિક પરિસ્થિતિને લગતા ઉલેખો લઈએ.
સિક્કાઓમાં “પણ” (૧૯) ૨ અને “કાપણુ” (૬૯, ૩૫૦) નામના સિક્કાઓના ઉલ્લેખ મળે છે. લેવડદેવડની અનુકૂળતા માટે પરચુરણ તરીકે તેમનો ઉપયોગ થતો (પૃ. ૧૯). “દીનાર’ નામના મોટા સિકકાઓ પણ હતા (પર, ૩૭૮ ). આ સિક્કાઓ સેનાના હતા. મેટા ચલણી સિક્કાને માટે “ દીનાર ' શબ્દ મુસ્લીમ રાજયઅમલ પછી પ્રચારમાં આવ્યું હતું એ કેટલાક વિદ્વાનોને મત છે. પણ તે બરાબર નથી. સંસ્કૃત સાહિત્યમાં તેમજ જૈન સૂત્રની પ્રાકૃત ચૂર્ણિ અને સંસ્કૃત ટીકાઓમાં
દીનાર ' સેંકડો વાર વપરાયેલું છે. દીનાર એ મન મૂળને શબ્દ છે અને લૅટિને Denarius ઉપરથી ઊતરી આવેલ છે. રોમ અને હિન્દના વ્યાપારી અને આર્થિક સંપર્કને પરિણામે ઈસવી સનની પહેલી અથવા બીજી સદીના અરસામાં ભારતમાં તે વપરા શરૂ થયું હોવાની માન્યતા છે.
વિવિધ પ્રકારનાં વસ્ત્રોને લગતા પણ સંખ્યાબંધ ઉલ્લેખ મળે છે. તેમાં પીઠીથી રંગેલાં ચીનાઈ વસ્ત્રો (૧૦૪), શુભ્ર, સૂક્ષ્મ અને ધવલ “ હંસલક્ષણ’ વસ્ત્ર (૨૩૩, ૨૮૩, ૪૫૮), ઈન્દ્રધ્વજ ઉપર વીંટાળવા માટે “ પલાશપટ' નામે વસ્ત્ર (૨૪૩), તળાઈ ઉપરના છાડ માટે “પદ્રવૂલિકા” નામે વસ્ત્ર (૨૯૯), તથા દુકૂલ, ચીનાંશુક, કૌશય તથા કસવર્ધન (?) આદિ વસ્ત્રો( ૨૮૩)નાં આ સાથે સરખાવી શકાય એવા બે પ્રયોગ “વસુદેવ-હિંડી ” મધ્યમ ખંડમાથી પણ પ્રાપ્ત થાય છે : મfમા ( =મદિન (સં. મદિષ) અને સંનમિતું ( =સંનહિ (સં. સંનર્દૂ ) સંસ્કૃત મ ને (અથવા ગમે તે મહાપ્રાણ સ્પર્શ વ્ય જનને ) પ્રાકૃતમાં ૮ બને છે, તેથી અહીં પણ ઉપર કહ્યું તેમ અન્યથાબુદ્ધિને પરિણામે પ્રાકૃત ને સ્થાને પાછો મ પ્રયોજાયો હોય. આ રીતે અત્યારે મળતા આ છૂટાછવાયા પ્રયોગો કદાચ એક કાળે પ્રાકૃતમાં પ્રમાણમાં વધુ વ્યાપક રીતે પ્રવર્તમાન પરિસ્થિતિનું સૂચન કરે છે એમ કહેવું વધારે પડતું નથી.
૩૧. “વસુદેવ-હિંડી” ની ભાષા વિષેનું આ વિવરણ લખવામાં Bulletin of the School of Oriental Studies, Vol. VIII માં પ્રસિદ્ધ થયેલા . આલ્સડેફના લેખમાંથી કેટલીક વિશિષ્ટ સહાય પ્રાપ્ત થઇ છે, એ હકીક્તની હું સાભાર નેંધ લઉં છું.
૩૨. આ તથા હવે પછી કૌંસમાં મૂકેલા અંકવડે આ અનુવાદનાં પાનાને અંક સમજવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org