________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | પ્રસ્તાવના છે ? અને અન્ય મ્લેચ્છો કેવા સ્વરૂપવાળા છે ? તેનું વર્ણન કરાયેલ છે. વળી, નારકી-તિર્યંચનું આયુષ્ય ઉત્કૃષ્ટથી અને જઘન્યથી કેટલું છે ? તેનું વર્ણન કરેલ છે.
અધ્યાય ૪
વળી, ચોથા અધ્યાયમાં દેવો કેટલા ભેદવાળા છે ? કેવી લેશ્યાવાળા છે ? તેનું વિસ્તારથી વર્ણન કરાયું છે. વળી, મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષવિમાનો કઈ રીતે ગતિ કરે છે ? તેના કારણે કાળનો વિભાગ કઈ રીતે પડે છે ? તે બતાવેલ છે. વળી, દેવો કેવા પ્રકારના શ્રેષ્ઠ સુખોને અનુભવે છે ? કેવી ઉત્તમ લેશ્યાવાળા છે ? તેઓની જઘન્યસ્થિતિ અને ઉત્કૃષ્ટસ્થિતિ કેટલી છે ? નારકીઓની જઘન્યસ્થિતિ કેટલી છે ? તેનું વર્ણન ચોથા અધ્યાયમાં કરેલ છે.
છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં.
વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૫,
તા. ૧૬-૧-૨૦૧૩, ગુરુવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
પ
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા