Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
છે. શાસ્ત્રસંસ્કારિત મતિવાળાને ઉત્પત્તિકાળમાં શાસ્ત્રના અર્થનો વિચાર વગર જે પેદા થાય છે, તે કૃતનિશ્રિત.” અવરહાદિ સર્વથા શાસ્ત્રના સંસ્પર્શ વગરનાને તથાવિધ ક્ષયોપશમના વશ કરી એ પ્રમાણે જ યથાર્થવસ્તુ સ્પર્શી મતિજ્ઞાન જે થાય છે, તે અશ્રુતનિશ્ચિત છે. ઔત્પાદિકી-વૈયિકી-કાર્મિકી-પારિણામિકી બુદ્ધિના મેદવાળું છે.) અને શ્રુતજ્ઞાનના એક સ્વામી હોવાથી, નાના જીવની અપેક્ષાએ બંને સર્વદા સ્થાયી હોવાથી, એક જીવની અપેક્ષાએ બંને નિરંતર, મનુષ્યભવાધિક (દદ) છાસઠ સાગરોપમની સ્થિતિવાળા હોવાથી, ઇન્દ્રિય મનના, પોતપોતાના આવરણના ક્ષયોપશમની સમાનતા હોવાથી, સર્વ દ્રવ્ય આદિ વિષયવાળા હોવાથી, પરોક્ષ હોવાથી, મતિ-શ્રતની વિદ્યમાનતામાં જ અવધિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય હોવાથી, તે મતિ અને શ્રતનું પહેલાં ગ્રહણ કરેલ છે.
૦ ત્યાં પણ મતિજ્ઞાનપૂર્વક પહેલાં અવગ્રહ આદિ મતિજ્ઞાનની પ્રવૃત્તિ સિવાય શ્રતની પ્રવૃત્તિનો અભાવ હોવાથી) જ શ્રુતજ્ઞાન હોઈ અર્થાત્ કાર્ય-કારણનો ભેદ હોઈ, ઇન્દ્રિય અને અનિન્દ્રિય નિમિત્તજન્ય સર્વનું જ મતિજ્ઞાનપણું હોઈ, પરોપદેશપણા-આગમવચનપણારૂપ વિશિષ્ટતાને લઈને શ્રતના પૃથપણાના વર્ણનથી મતિની વિશેષતા હોઈ, પ્રધાનતાની અપેક્ષાએ શ્રતના પહેલાં મતિ મૂકેલ છે અને એના પછી શ્રત મૂકેલ છે.
૦ ત્યારબાદ મતિ અને કૃતની સાથે અનેક જીવોની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાએ કાળનું સાધર્મ (સમાનપણું) હોઈ, મતિ અને શ્રતમાં મિથ્યાત્વના ઉદયમાં અજ્ઞાનની માફક અવધિમાં તથાપણું હોઈ, સ્વામીના સાધર્મ-સમાનપણાથી અને કોઈકને વિભંગણાની દેવ આદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં એકીસાથે મતિ-શ્રુત-અવધિજ્ઞાનોના લાભનો સંભવ છે. એકસાથે ત્રણ જ્ઞાનોના લાભનો સંભવ હોઈ લાભની સમાનતાથી મતિ-શ્રુત પછી અવધિનો ઉપન્યાસ છે. અવધિ અને મન:પર્યવ છદ્મસ્થને પ્રાપ્ય હોવાથી, પુલ માત્રના વિષયવાળા હોવાથી, ક્ષાયોપથમિક ભાવમાં વર્તનાર હોવાથી અને પ્રત્યક્ષપણા આદિની સમાનતા હોવાથી અવધિ બાદ મન:પર્યવનો ઉપન્યાસ છે. સર્વ જ્ઞાનોથી, ઉત્તમપણું હોઈ, (ભૂતભવિષ્ય-વર્તમાન સમસ્ત શેયસ્વરૂપ પ્રકાશક હોઈ ઉત્તમપણું જાણવું.) વિશિષ્ટ (અપ્રમત્ત) ચારિત્રીરૂપ સ્વામીવાળું હોઈ અને બીજા જ્ઞાનોના અભાવનો લાભ હોવાથી અંતમાં કેવલજ્ઞાનનો ઉપન્યાસ જાણવો.
एतान्येव पञ्च प्रमाणानीत्याह - પતાચેવ પ્રમાાનિ ર
एतान्येवेति । मत्यादिज्ञानान्येवेत्यर्थः, प्रमाणानि हेयोपादेयवस्तुतिरस्कारस्वीकारक्षमाणीत्यर्थः, तथा च यतः प्रमाणानि हेयोपादेयवस्तुतिरस्कारस्वीकारक्षमाणि अतो ज्ञानान्येव प्रमाणानि न सन्निकर्षाद्यज्ञानरूपाणि, एवञ्च प्रमाणं ज्ञानमेव हेयोपादेयवस्तुतिरस्कारस्वीकारक्षमत्वाद्यत्तु न ज्ञानं न तद्धेयोपादेयवस्तुतिरस्कारस्वीकारसमर्थं यथा घटादि, हेयानां तिरस्कारायोपादेयानां ग्रहणाय च प्रामाणिकैः प्रमाणानामेव प्रार्थ्यमानत्वान्न साधनासिद्धिः, तच्च न सन्निकर्षादिकं भवितुमर्हति, घटादेरचेतनरूपस्य स्वार्थव्यवसितिं प्रति यथा साधकतमत्वाभावान्न प्रमाणत्वं तथा सन्निकर्षादरपि, प्रयोगश्च सन्निकर्षादिर्न प्रमाणव्यवहार्यः