________________
છે. તમને
છે.
તો અનંત
આવા
सिद्धप्रामृत : सटीकः સમાન જ હોય છે તેમને સુનિપુણાગમનિકષા કહેવાય છે એના દ્વારા ગુરુ યુગપ્રધાન છે એવું બતાવ્યું છે. તથા “સુનિપુણ પરમાર્થ સૂત્ર ગ્રંથ ધરોએ પદથી પરમ એટલે કે પૂજાયેલો-અનંત ગમ અને પર્યાત્મક હોવાથી થયેલો જે અર્થ તે પરમાર્થ. કારણ આવા લક્ષણવાળા જ સકલ પ્રમાણ નયોનો પરિચ્છેદ (પરીક્ષા) કરી શકે છે એટલે આવા સૂત્ર-ગ્રન્થનો સુનિપુણ પરમાર્થ જે ધારણ કરે છે એમ કહેવાથી બધા ઉપાધ્યાય અને આચાર્યનો સંગ્રહ થઈ જાય છે. ચૌદ પૂર્વથી માંડીને છેક જઘન્ય સૂત્રને સામાયિક સૂત્ર) ધારણ કરનારા દરેકનો આમાં સમાવેશ થઈ જાય છે. એટલે અનુક્રમે એ બધાને નમસ્કાર કરીને એમ અહીં જે ફરીથી ક્રિયા બતાવી છે તે
વિરાવલીકા આદિના ભેદ બતાવવા માટે છે. | ૨ | હવે અભિધેય બતાવીને - ગ્રંથમાં શું કહેવાનું છે? તે જણાવે છે–
‘નિક્ષેપનિ૪િ રૂરિ | નિક્ષેપ-નિરુક્તિ દ્વારા છે અનુયોગદ્વારોથી અને સત્પદ પ્રરૂપણાદિ આઠ અનુયોગ દ્વારોથી આધાર સ્વરૂપ એવા ક્ષેત્રાદિ માગણા દ્વારોમાં આ પ્રાભૂતમાં અભિધેય તરીકે જેની વાત છે એવા “સિદ્ધોનાં' ભગવતી સૂત્રમાં દ્રવ્ય અને અર્થના આદેશથી અનાદિ-અપર્યવસાન પણાથી જે ભેદોનું તીર્થંકર-ગણધરોએ વર્ણન કરેલું છે તેને વર્ણવીશું. આવો વાક્યર્થ શા માટે ? વાક્યોની વિચિત્રતા બતાવવા દ્વારા “સુત્તાપામતા અનાએ ન્યાયથી એવી વાક્યોના અર્થોની અનંત ગતિ બતાવવા માટે આવા વાક્યર્થની અહીં વિવક્ષા કરી છે. કહ્યું છે - ક્યાંક દેશગ્રહણ, ક્યાંક નિરવશેષ - સર્વનું ગ્રહણ કહેવાય છે, કારણવશથી નિરુક્તિઓ ઉત્કમ અને ક્રમ બદ્ધ પણ હોય છે. અર્થાત્
ક્યારેક ક્રમસર નિરુક્તિ કરાય છે અને ક્યારેક ક્રમ વિના પણ નિરુક્તિ કરાય છે. / ૧ /
વાક્યના આદિ-મધ્ય અને અંતમાં ક્યાંક પદાદિનો દેશાર્થ પણ પ્રાપ્ત થાય છે એટલે હવે અહીં ઘણું કહેતા નથી. / ૩ //