________________
सिद्धप्राभृत: सटीक :
અવગાહનામાં તેનાથી સંખ્યગુણા છે ૩, સાત હાથ અવગાહનાવાળા સિદ્ધો સર્વસ્તોક છે ૧. સાતહાથથી ઓછી અવગાહનાવાળા અસંખ્યગુણા ૨, સાધિક સાત હાથવાળા સંખ્યગુણા ૩, એક દંડક આ રીતે સાત હાથથી ઓછી અવગાહનાવાળા અસંખ્યગુણા છે. ૩, આ કઈ રીતે થાય છે ? કારણ કે, મહાવિદેહના તીર્થંકરો સર્વકાળ પાંચશો ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. કહેવાય છે પાંચશો ધનુષ્યનું એક જ અવગાહના સ્થાન છે, સાત હાથથી ઓછી અવગાહનાવાળા તો સાત હાથથી માંડીને એક-એક પ્રદેશની હાનિથી યાવત્ બે હાથ સિદ્ધો સુધી વચમાં અસંખ્યેય અવગાહના સ્થાનાંતરો પ્રાપ્ત થાય છે. અને તે બધામાં બે હાથથી માંડીને પ્રદેશ-પ્રદેશની વૃદ્ધિમાં વિશેષાધિક સિદ્ધો પ્રાપ્ત થાય છે. તેથી એકસ્થાન સિદ્ધો કરતાં અસંખ્યસ્થાન સિદ્ધો અસંખ્યગુણા જ હોય છે.
१२२
પ્ર. વર્ધમાન સ્વામીના તીર્થમાં જ સંધ્યેયકાળવર્તિ સાત હાથથી ઓછી અવગાહનાવાળા હોય છે તો પાંચશો ધનુષ્યથી વિપરિત સંખ્યગુણા ન હોય ?
ઉ. પાંચશો ધનુષ્યવાળા અત્યંત અલ્પ હોવાથી જો એક પ્રદેશથી પણ ઓછા-વધુ તીર્થંકરાદિ પ્રાપ્ત થાય તો પણ આ જ અર્થ પ્રાપ્ત થાય છે. નહિ તો અનંતર વચન આગળ કહેવાની વાત તેના વિના ન ઘટે એટલે ઉપરની વાત માનવી, વધુ વિસ્તારથી સર્યું. આ દિશાથી શેષ પણ ભાવવું. તેથી સાત હાથથી ઓછી અવગાહનાવાળા કરતાં પાંચશો ધનુષ્યથી અધિક અવગાહનાવાળા સિદ્ધો અસંખ્ય ગુણા છે. ૪, પાંચશો ધનુષ્યથી ઓછી અવગાહનાવાળા સંખ્યગુણા છે ૫, સાત હાથથી વધુ અવગાહનાવાળા વિશેષાધિક છે ૬, નોત્સર્પિણી અનુભાવ અનુવર્તી એવા ઋષભ-અજિતનાથ ભગવાનના તીર્થમાં થયેલા સિદ્ધોથી માંડીને આ બધા સિદ્ધોના અલ્પબહુત્વ ગ્રહણ કરાયા છે. ॥ ૧૦૫ ॥ આ રીતે અવગાહના દ્વાર સમાપ્ત થયું.