________________
૨. નિરંતર (મૂત), મંતરર - એ શ્રેft
१४९ જઈને બંને સ્થાનોમાં યવમધ્ય છે તેના પછી વિશેષહીન ઉત્કૃષ્ટ અસંખ્યાત સુધી જાણવા. પરંપરોપનિધિકા શ્રેણીમાં આ દ્વારમાં જઘન્ય અનંતના અર્ધ છેદનકોનો અસંખ્ય ભાગ સુધી જઈને યવમધ્ય સુધી બમણી-બમણી સંખ્યા છે. યવમધ્યના ઉપર તેટલા સુધી જ જઈને બમણા-બમણા હીન છે. તેથી, અલ્પબદુત્વ - ઉત્કૃષ્ટ સ્થાનમાં થોડા સિદ્ધો છે ૧, જઘન્યમાં અનંતગુણા છે ૨, અસંખ્યગુણ હાનિસ્થાનક્રમથી ઉત્કૃષ્ટ અસંખ્યમાં અનંત ગુણહીન પ્રાપ્ત થાય છે એટલે, તેથી યવમધ્યમાં અનંતગુણા છે ૩, એની ભાવના પ્રથમ શ્રેણીમાં બતાવેલા અનુસાર જાણવી. યવમધ્યની નીચે અનંતગુણ સંખ્યા છે ૪, તથા યવમધ્યના ઉપર તેનાથી વિશેષ અધિક સંખ્યામાં સિદ્ધ થાય છે ૫, અનંતકાળ પડેલાની શ્રેણી - જઘન્ય – અનંતકાળ પડેલા સિદ્ધો અલ્પ છે તેના પછી, અભવ્ય સિદ્ધોથી અનંતગુણ અને સિદ્ધોનો અનંત ભાગ જઈને બંને સ્થાનોનાં યવમધ્ય સુધી વિશેષાધિક છે. તેનાથી ઉત્કૃષ્ટકાળ પતિત સુધી વિશેષહીન સંખ્યા છે એમ જાણવું. આ કારમાં પરંપરઉપનિધિકા શ્રેણીમાં અભવ્યોથી અનંતગુણા અને સિદ્ધોના અનંત ભાગે જઈને યવમધ્ય સુધી બમણા છે. યવમધ્યના ઉપર તેટલે સુધી જ જઈને બમણાહીન છે. આ જ કારણથી ઉત્કૃષ્ટકાળપતિતો અલ્પ છે ૧, જાન્યમાં અનંતગુણા ૨, યવમધ્યમાં તેનાથી અનંતગુણા ૩, યવમધ્યની નીચે તેનાથી અનંતગુણા, યવમધ્યની ઉપર તેનાથી વિશેષાધિક છે. હવે એક જ અલ્પબદુત્વ બતાવે છે – અનંતકાળપ્રતિપતિત સિદ્ધો ઉત્કૃષ્ટ એક સ્થાનમાં અલ્પ છે - ૧, તેના જ જઘન્ય સ્થાનમાં અનંતગુણા - ૨, તેના જ યવમધ્યમાં અનંતગુણા - ૩, તેનાથી અસંખ્યકાળ પ્રતિપતિતસિદ્ધો ઉત્કૃષ્ટ સ્થાનમાં અનંતગુણા છે - ૪, તેના જ જઘન્ય સ્થાનમાં અનંતગુણા - ૫, તેના જ યવમધ્યમાં અનંતગુણ - ૬, તેનાથી