________________
૨. નિવર્ષ (મૂન), મંતરતર - જે શ્રેણી
१४७ વિશેષહીન - વિશેષહીન ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જાણવા. જેમ નારકોની બે પ્રકારની શ્રેણી અને અલ્પ બહુત્વ છે તેમ ભવનવાસી દેવીઓનું પણ સમજવું,વાનભંતર સ્ત્રીપુરુષોમાંથી દશ હજાર વર્ષ સ્થિતિવાળામાંથી અનંતર આવેલા ઘણા સિદ્ધ થાય છે. ત્યારબાદ, ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી વિશેષહીન - ૨ જાણવા. પરંપરોપનિધિનામાં પલ્યોપમનો અસંખ્યભાગ જઈને બમણા-બમણા હીન છે, આમ, આ કારણથી સર્વત્ર ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અનંતરાગત થોડા સિદ્ધ થાય છે ૧, જઘન્ય સ્થિતિમાંથી સંખ્યાતગુણા ૨, અજઘન્ય - અનુકૃષ્ટમાંથી સંખ્યાતગુણા ૩, અજઘન્યમાંથી વિશેષાધિક સિદ્ધ થાય છે જ, અનુત્કૃષ્ટ સ્થિતિમાંથી વિશેષાધિક ૫, સર્વસ્થિતિમાંઓમાં વિશેષાધિક ૬, જઘન્ય સ્થિતિમાંથી અનંતર આવેલા વૈમાનિકો થોડા સિદ્ધ થાય છે, ત્યાર પછી વિશેષાધિક છેક પલ્યોપમ પૃથકત્વ જઈને બંને સ્થાનોમાં યવમધ્ય. ત્યારબાદ, વિશેષહીન ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જાણવા. અવગાહના દ્વાર - જઘન્ય અવગાહનામાં થોડા સિદ્ધો છે ૧, ત્યારબાદ વિશેષાધિક-ર સાત હાથ અવગાહના સુધી જાણવા.
ત્યાં બંને સ્થાનોમાં યવમધ્ય. ત્યારબાદ, ઉત્કૃષ્ટ અવગાહના સુધી વિશેષહીન જાણવા. પરંપરોપનિધિનામાં ઉત્સધાંગુલનો અસંખ્યભાગ જઈને બમણા. એ પ્રમાણે યવમધ્ય સુધી જાણવા. યવમધ્યના ઉપર તેટલું જ જઈને બમણાહીન છે. આ કારણથી ઉત્કૃષ્ટ અવગાહનામાં અલ્પ. ૧ જઘન્યમાં સંખ્યય ગુણા ૨, યવમધ્યમાં સંખેય ગુણા ૩, યવમધ્યની નીચે અસંખ્યગુણા ૪, યવમધ્યની ઉપર વિશેષાધિક ૫, સર્વ મળીને વિશેષાધિક જાણવા. આ રીતે દરેક તીર્થકરના સમયમાં જાણવું. | અવગાહના સમાપ્ત . પ્રતિપતિતસિદ્ધોની શ્રેણી - અપ્રતિપતિતસિદ્ધો અલ્પ છે. અર્થાત્ એકવાર સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી પડ્યા વગર છેક સિદ્ધ ગતિને પ્રાપ્ત કરનાર અપ્રતિપતિત સિદ્ધ કહેવાય છે. તેમાં એકવાર પડીને સિદ્ધ થયેલા વિશેષાધિક છે,