________________
१४६
सिद्धप्रामृत : सटीकः થાય છે તે બહુ છે. તેના પછી ઉત્કૃષ્ટ સ્થિતિના આયુષ્યવાળા સુધી વિશેષ-વિશેષ હીન જાણવા. એમાં પરંપરોપનિધિકા શ્રેણીમાં પલ્યોપમ પૃથકત્વ જઈને જે દ્વિગુણહીન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જાણવું, આ રીતે અલ્પબદુત્વ છે – ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અનંતર આવેલા સિદ્ધો અલ્પ છે ૧, જઘન્ય સ્થિતિમાંથી આવેલા સંખ્યયગુણા છે ૨, જઘન્યાનુકુષ્ટમાંથી અનંતર આવેલા સંખ્યગુણા છે ૩, અજઘન્યસ્થિતિમાંથી આવેલા વિશેષાધિક છે ૪, અનુત્કૃષ્ટમાંથી વિશેષાધિક છે ૫, સર્વસ્થિતિઓમાંથી વિશેષાધિક સિદ્ધો જાણવા. ૬, મનુષ્યોમાંથી જઘન્યસ્થિતિમાંથી અનંતર આવેલા થોડા સિદ્ધ થાય છે. ૧, તે પછી છેક ચોર્યાસી લાખ પૂર્વ સુધી વિશેષાધિક - વિશેષાધિક જાણવા. ત્યાં બે સ્થાનોમાં યવમધ્ય, તે પછી વિશેષહીન છેક ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જાણવા. પરંપરોપનિધિનામાં અંતર્મુહૂર્ત જઈને યવમધ્ય બમણા – બમણા સુધી અને યવમધ્યના ઉપર તેટલા સુધી જ જઈને બમણાહીન છે. એ કારણે જઘન્ય સ્થિતિમાંથી અનંતર આવેલા થોડા સિદ્ધ થાય છે ૧, ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી, સંખ્યગુણા ૨, યવમધ્યમાં સંખ્યગુણા ૩, યવમધ્યના ઉપર અસંખ્યગુણા ૪, યવમધ્યના નીચે વિશેષાધિક ૫, સર્વ મળીને વિશેષાધિક ૬, તિર્યંચ યોનિવાળા જઘન્ય સ્થિતિમાંથી પર્યાપ્તિ થયા પછી અનંતર આવેલા સિદ્ધો અલ્પ છે, ત્યાર બાદ વિશેષાધિક જાણવા. આ રીતે જેમ મનુષ્યોની બે પ્રકારની શ્રેણી અને અલ્પબદુત્વ છે તેમ તિર્યંચોનું પણ કહેવું. ભવનવાસીમાંથી દશ હજાર વર્ષની સ્થિતિમાંથી અનંતર આવેલા ઘણા છે ? ત્યારબાદ વિશેષહીન-વિશેષહીન ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જાણવા. જેમ નારકોની બે પ્રકારની શ્રેણી અને અલ્પબદુત્વ હતું તેમ ભવનવાસીઓનું પણ કહેવું. દશ હજાર વર્ષ સ્થિતિવાળી ભવનવાસી દેવીઓમાંથી દશ હજાર વર્ષની સ્થિતિમાંથી અનંતર આવેલા ઘણા છે. ૧, તેના પછી