________________
१४५
९. संनिकर्षद्वार (मूल), अंतरद्वार - बे श्रेणी પણ યથા સંભવ આઠે મૂળ દ્વારોમાં જાણવી એવો અક્ષરાર્થ છે. હવે વિસ્તારાર્થ જણાવે છે - ક્ષેત્રદ્વારને આશ્રયીને શ્રેણી ઈચ્છવી - જેઓ જઘન્ય ક્ષેત્રથી સંહરણ કરાયેલા સિદ્ધ થાય છે તે ઘણા છે ૧, જે પ્રદેશાધિક ક્ષેત્રમાં સિદ્ધ થાય છે તે વિશેષહીન છે. ૨, જે બે પ્રદેશાધિક ક્ષેત્રથી સંકરણ કરાયેલા છે તે વિશેષહીન છે ૩, આ પ્રમાણે ઉત્કૃષ્ટ ક્ષેત્ર સુધી સમજવું. કહેવાનો અર્થ શું છે ? તે ક્ષેત્ર પિસ્તાલીશ લાખ યોજનાનું મનુષ્યક્ષેત્ર ઉત્કૃષ્ટ ક્ષેત્ર જાણવું. આ રીતે અનંતર ઉપનિધિકાનું ક્ષેત્ર દ્વારમાં વર્ણન કર્યું. હવે, પરંપરોપનિધિનામાં ગુણવૃદ્ધિ સ્થાનમાં અંતર કે ગુણહાનિ સ્થાનમાં અંતર નથી ત્યાં બે ગુણાહીન પણ નથી મળતા એવો ભાવાર્થ છે આ ઓઘથી બતાવ્યું. હવે, વિભાગથી પણ ભરતાદિ સર્વક્ષેત્રોમાં આ જ રીતે બે પ્રકારની શ્રેણી જાણવી, ક્ષેત્રશ્રેણી પૂર્ણ થઈ. ! કાલશ્રેણી - સુષમસુષમાના પ્રથમ સમયમાં સિદ્ધો અલ્પ છે. બીજા સમયમાં અાંતરથી જાણવું - લાવવું. જ્યાં ભગવાન ઋષભદેવનું
વન થયું છે ત્યાં સુધી સંખ્યયગુણા, ત્યારબાદ, અનંતર સમયમાં સંખ્યાતગુણહીન છે. બીજા સમયમાં અલ્પાંતરથી જ્યાં – જે સમયે રાજા ઋષભદેવનો અભિષેક થયો છે ત્યાં સંખ્યાત ગુણા છે, તેના અનંતર સમયમાં સંખેય ગુણ હીન છે. બીજા સમયમાં અલ્પાંતરથી
જ્યાં જે સમયે ઋષભદેવ સ્વામીએ પ્રવજ્યા લીધી તે સમયે સંખ્યગુણા છે ત્યાર પછી તરતના સમયે સંખ્યાતગુણ હીન છે. બીજા સમયમાં અલ્પાંતરથી જે સમયે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયે સંખ્યયગુણા છે તેના તુરંતના સમયમાં સંખ્યગુણ હીન છે. બીજા સમયમાં અલ્પાંતરથી જે સમયમાં પરમાત્માનું નિર્વાણ થયું ત્યાં યવમધ્ય છે. ત્યાર બાદ વિશેષહીન છે. આ પ્રમાણે એક-એક તીર્થકર – તીર્થકરમાં જાણવું. કાલશ્રેણી પૂર્ણ થઈ ! ગતિશ્રેણી - દશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકોમાંથી અનંતર આવેલા જે સિદ્ધ