________________
१३५
૧. નિર્ણતા (), ૨. તત્ત્વથી બાહ્ય, મેર છે તેઘણા છે, બે-બે સિદ્ધો સંખ્યગુણહીન છે એ પ્રમાણે ચાર સુધી થાય પછી પંચકાદિ અનંતગુણહીના આઠ સુધી જાણવા. એમાં અસંખ્ય ગુણહાનિ નથી, કેમ? એમ માનીએ તો વિશેષણ અસંગત ઠરે છે. એટલે જ એક પાદમાં અંતર જણાવે છે - જ્યાં ચાર સિદ્ધ જોવાય છે ત્યાં સંખ્યયગુણ હાનિ નથી જેમકે ઉર્ધ્વલોકમાં જે એકસિદ્ધ છે તે બહુ છે અને જે બે-બે સિદ્ધ છે તે અસંખ્યગુણ હીન છે. જે ત્રણ-ત્રણ સિદ્ધ છે તે અનંતગુણહીન છે આ રીતે ચાર સિદ્ધમાં પણ જાણવું. એકથી પાદ, બેમાં અડધું ત્યાર બાદ “અખંત તઇયાદી” એ વચનથી અડધા પછી અનંત ગુણ હાનિ થાય છે. લવણમાં બે સિદ્ધ જોવાય છે ત્યાં એકસિદ્ધ ઘણા છે અને બે સિદ્ધ અનંતગુણહીન છે. આ રીતે કર્મભૂમિ-અકર્મભૂમિ અને અંતરદ્વીપોમાં સર્વક્ષેત્રોમાં અનુમાર્ગણા કરવી. આ જ રીતે સર્વમાર્ગણા દ્વારોમાં જાણવું. તે ૧૧૫ ને એટલે જ હવે, સંક્ષેપ જણાવે છે. જે રીતે દ્રવ્યપ્રમાણની માર્ગણા કરી તે રીતે જ ક્ષેત્રાદિ મૂળદ્વારોમાં સમિકર્ષણા દ્વારા જાણવું અથવા લાવવું . કાળ-મૂળદ્વારમાં પણ આ જ રીતે. પરંતુ એનું લક્ષણ આમ કરવું - એકથી માંડીને પચ્ચીશ સિદ્ધો, એમનો સંનિકર્ષ કઈ રીતે કરવો? ચાર સમય સુધી કરવો. કઈ રીતે? - કહેવાય છે, જંબૂદ્વીપમાં જે એક સિદ્ધ અનુસમય થાય છે કાળથી તે કેટલે સુધી થાય? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ચાર સમય, આ પ્રમાણે બે-બે, ત્રણ-ત્રણ છેક પચ્ચીસ સુધી જાણવું. ત્યાર પછી, છવ્વીસ સિદ્ધનો સંનિકર્ષ કઈ રીતે કરવો? ત્રણ સમય સુધી કઈ રીતે? કહે છે – જે છવ્વીસ-છવ્વીસ સિદ્ધ થાય છે તે કેટલો કાળ સિદ્ધ થાય છે? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય આમ પચાશ સુધી જાણવું. ત્યારબાદ, એકાવનાદિ નો સંનિકર્ષ કઈ રીતે કરવો ? બે સમય સુધી કેમ ? જે એકાવન-એકાવન સિદ્ધ થાય છે તે કેટલો કાળ સિદ્ધ થાય છે? જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બે સમય આમ એકસો આઠ સિદ્ધ સુધી થાય છે. આ રીતે શેષ વિશપૃથકૃત્વ પણ અનુમાર્ગણા કરવું. એટલે કે, ૨૦ આદિ સિદ્ધ સ્થાનોમાં પણ આમ જાણવું. ||