________________
૬. અંતરાર (મૂત)
કાંઈક ન્યૂન ૮૪૦૦૦ વર્ષ. કારણ કે, ઉત્સર્પિણીમાં દુ:ષમામાં જન્મેલા દુઃષમ સુષમામાં સિદ્ધ થાય છે. । તત્કાળથી જંબુસ્વામી આદિ અને સંહરણથી આવેલા માટે ૪૨૦૦૦ વર્ષ ન્યૂન. આ રીતે બે દુઃષમા આરા વચ્ચેનું અંતર છે, એ રીતે શેષ આરાનું અંતર પણ ઉપર મુજબ લાવવું. ॥ ૬૪ ॥ જે અન્ય શેષ આરાઓ ઉપયુક્ત છે તે બે-બે આરાઓનું પ્રત્યેકનું ઉત્કૃષ્ટ અંતર શું હોય છે ? ઓઘથી – ઉત્સર્પિણી – અવસર્પિણી દ્વિક સામાન્યથી વિવક્ષા કરતાં તેજ વીશ કોડાકોડી દ્વિકથી વિશુદ્ધ થતી છતી આ રીતે હોય છે. ઉત્સર્પિણીના દુઃષમ સુષમઆરાના ચરમાંતથી ઉપર મુજબ શરૂ કરેલ યાવત અવસર્પિણીના દુઃખમ સુષમકાળની આદિ સુધી જાણવી. અહીં, કુલ અઢાર કોડાકોડી સાગરોપમ થાય છે. અર્થાત્ ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરા ચોથો, પાંચમો, છઠ્ઠો તેમજ અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા પહેલો, બીજો, ત્રીજો મળીને કુલ અઢાર કોડાકોડી થાય છે. આ રીતે ઉત્સર્પિણીના સુષમ-દુઃષમાના ચરમાંતથી માંડીને અવસર્પિણીના સુષમદુઃષમાના ચરમાંત સુધી જ્યાં મરૂદેવી સિદ્ધ થયા, આ અંતર સોળ કોડાકોડી સાગરોપમનું છે તે આ રીતે ઉત્સર્પિણીનો પાંચમો, છઠ્ઠો આરો તથા અવસર્પિણીનાં પહેલો, બીજો, ત્રીજો આરો મળીને કુલ સોળ કોડાકોડી સાગરોપમ કાળ અંતર થાય છે. આટલું જ આરાઓનું અંતર કેમ લેવાય છે ? જવાબ - બંને ય જન્મ તત્કાળ અને સંહરણ તત્કાળમાં ઉત્કૃષ્ટ અંતર બહુતર પ્રાપ્ત થાય છે માટે, સંક્ષેપથી બંને કાળનું યુગપત (એકસાથે) એકપ્રયત્નથી આ અંતર આરંભાયું છે તેથી સંહરણથી સુષમદુઃખમા ચરમાંત સિદ્ધ અને બીજા સુષમદુઃષમારાદિ સિદ્ધનું આટલું- સોળ કોડાકોડી સાગરોપમ-અંતર છે અહીં, તત્કાળ સિદ્ધના સંભવની અન્યથા અનુપપત્તિથી તો અઢાર કોડાકોડી સાગરોપમ અંતર જ થાય છે. પ્રસંગથી સર્યું. હવે, પ્રકૃતની પ્રસ્તુતિ કરીએ છીએ - તે
८१