________________
૮૦
सिद्धप्राभृत : सटीकः ताव एयं उक्कोसं अंतरं, समओ जहण्णेणं एक्को, सव्वं चेणमेव सत्थं चिंतिज्जइ महासिद्धपाहुडपण्णवणाए ओसप्पिणीउस्सप्पिणीवत्तिसु दोसु दोसु समएसु तुल्लाणुभावेसु कालसेढीए सिद्धविसेसपण्णवणत्थमिति गाथार्थः ॥ ६४ ॥ ६५ ॥ सांप्रतमेकान्तदुष्षमयोरुत्कृष्टमन्तरमाह
(અનુ.) અવસર્પિણી અને ઉત્સર્પિણીના બંને કાળ મળીને જન્મથી ઓગણીશ કોડાકોડી સાગરોપમ સિદ્ધનું અંતર એક અવસર્પિણી કે ઉત્સર્પિણીને આશ્રયીને પડે છે. જેમકે જંબુસ્વામીથી માંડીને મરૂદેવીના સિદ્ધ થવા સુધીનું (બંને અવસર્પિણી કાળ) અંતર ઉત્સર્પિણી કાળની દશ કોડાકોડી તથા અવસર્પિણી કાળના એકાંત સુષમાદિ ત્રણકાળની નવ કોડાકોડી એમ કુલ ઓગણીશ કોડાકોડીનું અંતર અવસર્પિણીમાં તેમજ ઉત્સર્પિણીમાં પણ એ જ રીતે ઓગણીશ કોડાકોડી સાગરોપમનું અંતર જાણવું, તથા સંદરણમાં સાધિક દશ કોડાકોડી સાગરોપમ અંતર જાણવું. પ્રશ્ન - ઉત્સર્પિણીમાં સંહરણ કરાયેલ સિદ્ધો અન્ય અવસર્પિણીમાં જ ઉત્કૃષ્ટથી કેટલા કાળે સિદ્ધ થશે ? જવાબ – સંખ્યાત વર્ષ સહસ્ત્ર અધિક એવી દશ કોડાકોડીએ. કારણ કે, એકાન્ત સુષમાકાળમાં ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત વર્ષ સહસ્ર જોવાયેલું છે. આ રીતે સંહરણ સિદ્ધને આશ્રયીને ઉત્સર્પિણીમાં પણ જાણવું, તથા જન્મ અને સંહરણથી એકાંત વિભાગથી વિશુદ્ધ વિસ કોડાકોડી સાગરોપમ અંતર જાણવું. જેમ કે – દુઃષમાદિ કાળમાં સિદ્ધ થયા અને ફરીથી તે દુષમા કાળમાં જ કાળથી જંબૂસ્વામી વગેરે અથવા વિદેહમાં રહેલા સંહરણથી કેટલા કાળે સિદ્ધ થશે? જવાબ - વિશુદ્ધ વિશ કોડાકોડી સાગરોપમે સિદ્ધ થશે. એમ શેષ આરાઓમાં પણ જાણવું. આમ, ઉત્સર્પિણીમાં પણ સમજવું. હવે, બંને અવ-ઉત્સર્પિણીનું એકતરફી બે-બે આરાનું ઉત્કૃષ્ટ અંતર વિચારાય છે – ત્યાં દુઃષમા – અને દુઃષમા વચ્ચે કેટલું અંતર છે? – વિશુદ્ધ વિભાગથી જન્મથી વશ કોડાકોડી અને કાળથી