________________
सिद्धप्राभृत : सटीकः હેતુઓના સમૂહ વડે થતું હોવાથી કૃતક સિદ્ધ થાય છે. એનો આધાર કોણ છે ? આ વિકલ્પ ક્યાંથી આવ્યો ? ઉત્તર - કેટલાક સાંખ્યાદિઓ આત્માને સર્વગત માને છે, કેટલાક બૌદ્ધો અહીં જ મુક્ત માને છે. કેટલાક નિત્યગ (આત્મા નિત્ય છે એમ) માને છે એવો સંશય થતાં જવાબ આપે છે. એ ક્યાં છે ? લોકના મસ્તક ઉપર સિદ્ધક્ષેત્રમાં સિદ્ધો રહેલા છે અન્ય કોઈ સ્થાનમાં નહિ. જો સર્વગત હોય તો તેનો નિર્માણ થવાની આપત્તિ આવે અર્થાત્ તેનો ક્યારેય મોક્ષ સંભવે જ નહિ અને અહીં જ મુક્ત માનવામાં આવે તો લઘુહોવાથી અને ઉર્ધ્વગૌરવ ધર્મવાળો - સ્વરૂપથી લઘુ સ્વભાવવાળો તેમજ ઉર્ધ્વગમન સ્વભાવવાળો - હોવાથી અહીં ન રહી શકવાની આપત્તિ આવે છે.” જેમકે - પત્થર - વાયુ અને અગ્નિની જ્વાળા જેમ નીચે - તીરછી - ઉપર તરફ પોતપોતાના સ્વભાવથી પ્રવર્તે છે તેમ આત્માની ઉર્ધ્વગતિ સ્વભાવથી જ છે” એ તત્વાર્થસૂત્રના વચનથી પણ આત્માની અહીં મુક્તિ સંભવતી નથી. પાછળ પણ આત્માની ગતિ નથી ઉપગ્રહાભાવે પ્લવકની ગતિ જેમ પાછળ થતી નથી તેમ, તથા કેટલાક માને છે કે - “દધંધન - અર્થાત્ કર્મ રૂપી ઇંધણ જેના બળી ગયેલા છે એવો આત્મા-ઈશ્વર ભવનું મંથન કરીને પોતાના તીર્થના પરિભવાદિના કારણથી ફરીથી પાછો આવે છે. અર્થાત એકવાર સંસારનું મંથન કરી સિદ્ધ થયા પછી ફરી પાછો પોતાના તીર્થ પર કોઈ આપત્તિ આવે છે ત્યારે પાછો સંસારમાં આવે છે. જેમ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે – “વલા યાદિ ધર્મસ્થ..” ઇત્યાદિ. એની શંકાથી કહે છે – કેટલો કાળ એ સિદ્ધ છે ? સંસારના ઉપાદાનના અભાવે સાદિ – અનંતકાળની સિદ્ધની સ્થિતિ છે. શું એ એક છે કે અનેક ? આવી શંકા કેમ થઈ? કારણ કે કેટલાક એકાત્મવાદીઓ કહે છે – “એક જ ભૂતાત્મા ભૂત-ભૂતમાં રહેલો છે તે એક પ્રકારે કે બહુપ્રકારે