________________
७४
सिद्धप्राभृत : सटीकः નિરંતર સિધ્યતિકાળ હોય છે, ક્ષેત્રદ્વાર ગયું ને કાળ - ત્યાં અવસર્પિણીઉત્સર્પિણી-નોત્સર્પિષ્યવસર્પિણીઓમાં ઓઘથી અનુસમય આઠ સમયમાં સિદ્ધ થાય છે. સિધ્યતિકાળ આઠ સમય છે. વિભાગથી સુષમસુષમા અને સુષમામાં ચાર સમયો, સુષમ-દુઃષમા, દુષ્યમસુષમામાં આઠ સમય, દુષ્યમાં અને અતિદુષમામાં ચાર સમય, આ રીતે ઉત્સર્પિણીમાં પણ જાણવું. આ રીતે કાળદ્વાર જાણવું. ગતિદ્વાર - નરકગતિમાં અનંતરાગતના ચાર સમય, જ્યાં વૈમાનિકોનો સમાવેશ થાય છે ત્યાં આઠ સમય, અને શેષ ગતિમાં ચાર સમય નિરંતર સિધ્યતિકાળ છે. વેદ દ્વાર. પુરુષવેદપશ્ચાદ્ભૂત પુરુષવેદ અનંતર આગત પુરુષ ભાંગાઓમાં આઠ સમય તથા શેષ દશ ભાંગાઓમાં ચાર સમય સિધ્યતિ કાળ છે. તીર્થદ્વાર - તીર્થકરના તીર્થમાં નોતીર્થકર સિદ્ધ આઠ સમય એ જે રીતે તીર્થકરીના તીર્થમાં પણ નોતીર્થકરસિદ્ધ આઠ સમય નિરંતર થાય. તીર્થકરોનો નિરંતર સિધ્યતિકાળ બે સમય તે રીતે તીર્થકરીનો પણ જાણવો. શેષ દશમાં ચાર સમય સિધ્યતિકાળ છે. લિંગ દ્વાર - સ્વલિંગ સાધુ આઠ સમય અને શેષ લિંગોમાં નિરંતર સિધ્યતિકાળ ચાર સમય છે. ચરિત્ર દ્વાર - અચંજિત પાંચે ચરિત્રોમાં ચાર સમય તથા શેષમાં આઠ સમય. વ્યંજિતમાં સામાયિક - સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રમાં આઠ સમય. પરિહારનો જે ભાંગાઓમાં સમાવેશ થાય ત્યાં ચાર સમય સિધ્યતિકાળ છે. બુદ્ધદ્વાર સ્વયંબુદ્ધ બે સમય, બુદ્ધબોધિત આઠ સમય, તથા પ્રત્યેક બુદ્ધો ચાર સમય નિરંતર સિધ્યતિકાળવાળા છે. જ્ઞાનદ્વાર - અચંજિત દ્વિજ્ઞાન પશ્ચાત્કૃતનો એક સમય, તથા ત્રિજ્ઞાનચતુર્નાન પશ્ચાત્કૃતનો આઠ સમય નિરંતર સિધ્યતિ કાળ છે. વ્યંજિતમાં અભિનિબોધિક-શ્રુતજ્ઞાન પશ્ચાદ્ભૂત નિરંતર બે સમય સિદ્ધ થાય છે. જ્યાં અવધિજ્ઞાન ભળે ત્યાં આઠ સમય તથા શેષ જ્ઞાન સંયોગોમાં ચાર સમય નિરંતર સિધ્ધતિ કાળ છે. કહ્યું છે – “વ્યંજિતમાં “મન:પર્યવજ્ઞાન યુક્ત ભાંગામાં દશક” અર્થાત્ મન:પર્યવજ્ઞાન યુક્ત જે ભાગમાં દશ સિદ્ધ થાય છે ત્યાં ચાર