________________
१७
अनुयोग द्वाराणि પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબની જેમ જણાય - દેખાય છે.” એટલે કહે છે - તે પરમગુરુઓનાં કેટલા ભેદો-વિકલ્પો છે? ગણના પ્રમાણથી અનંતરસિદ્ધ - પરંપરસિદ્ધ આદિથી અનંત છે. એકના પણ અનંત દ્રવ્ય-પર્યાય વિકલ્પોની અપેક્ષાએ અનંત ભેદો છે. પશ્ચાઈ જણાવે છે. કારણ કે જીવ-શુદ્ધ દ્રવ્ય છે તેને આશ્રિત એવા દ્રવ્યાસ્તિકનયને અભિમત ચેતનાત્વ - દ્રવ્યત્વ - પ્રમેયત્વ - પ્રમાણત્વ - યત્વ - જ્ઞાનિત્વ - દર્શનિત્વ - દશ્યત્વ – સુખિત્વાદિ અનંત પરિણામો છે. પર્યાયાસ્તિક મતને અભિપ્રેત તો આત્માના પરિણામો કેવલજ્ઞાન – દર્શન - વીર્ય - સુખાદિ પર્યાયો છે તે પણ અનંત છે. આત્મ શબ્દ પરિણામોના વિશેષણ તરીકે ગ્રહણ કરાયેલો છે. તેનો ભાવ = પરિણામ એ બતાવવા માટે. નહિ કે જે રીતે વૈશેષિકોના મતે રૂપાદિ પર્યાયો દ્રવ્યથી અત્યંત ભિન્ન છે એમ સ્વપર્યાય જણાવવા માટે. આત્મા નામનો શબ્દ વિશેષણ તરીકે લીધો છે. જીવ એ દ્રવ્ય છે એમ કઈ રીતે જણાય ? અને જેને આશ્રિત અનંત પર્યાયો છે? અહીં આત્મા શબ્દની વ્યુત્પત્તિ “અતસાતત્ય અને ગમન” અર્થમાં વપરાય છે એને તિફ પ્રત્યય લગાડતાં મતિ – સતત તે તે પર્યાયોને ધારણ કરે છે એટલે આત્મા. એના દ્વારા એમ જણાવે છે કે અવિનાશના યોગથી તે ચેતનાત્વાદિ પર્યાયો પ્રતિક્ષણ વર્તનારા છે. પર્યાય નયના મતે સર્વેભાવો નિયમા ઉત્પન્ન થાય છે. નાશ થાય છે એ વચનથી આત્મ પરિણામો બધા સાદિ છે. એ રીતે આગળ કહેલ નીતિથી અન્યોન્યના અનુગમથી દ્રવ્યાસ્તિક – પર્યાયાસ્તિકની અપેક્ષાએ આત્માના અનંત પર્યાયો છે. એ બે રીતે કેમ ? સપ્રતિપક્ષ યુગલધર્મના પ્રકારે તે બે રીતે છે. જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના પ્રતિબંધથી અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, વક્તવ્ય-અવફતવ્ય વગેરે. આ રીતે ફક્ત સિદ્ધભટ્ટારકો જ નહિ પરંતુ સર્વ ચેતન – અચેતન વસ્તુ માનવી આ જ વાસ્તવિક સત્ય છે.