________________
अनुयोग द्वाराणि
આત્મામાં અભાવરૂપ ‘ક્રિયામાત્રત્વ’ જ રહેલું હોય છે. એમ તેમનો મત છે. આવા પ્રકારના અનેક સંદેહ ઊભા થતા હોવાથી આત્માસિદ્ધાત્મા દ્રવ્ય છે ? કે ગુણ છે ? કે ક્રિયા છે ? એમ પ્રશ્ન થાય છે. એનો જવાબ આપતાં કહે છે - સિદ્ધ એ ગુણ માત્ર કે કર્મમાત્ર નથી પરંતુ ભવિષ્યકાળમાં સિદ્ધ થવાની અપેક્ષાએ વર્તમાનમાં જ્ઞાનદર્શન-સુખાદિ અનંત ગુણપર્યાયોના સમૂહથી યુક્ત જે જીવ છે તે દ્રવ્ય સિદ્ધ છે. એમ છતાં કેટલાક ઈશ્વર કર્તૃત્વવાદિઓ ઈશ્વરાદિને સ્વામી તરીકે ઈચ્છે છે અને તેના ફળ પણ ઈશ્વરાધીન છે એમ માને છે. જેમ કે કહ્યું છે - “જીવ અજ્ઞ છે આત્માના સુખ અને દુઃખથી પરાધીન આ જીવ ઈશ્વર દ્વારા સ્વર્ગ કે નરકમાં મોકલાય છે.” એટલે સ્વસ્વામિત્વ હોતે છતે કહે છે - એ' કોનો છે અર્થાત્ એનો સ્વામી કોણ છે ?- અને આત્મા કોનો સ્વામી છે ? તે પોતાની મેળે જ પોતાના સુખાદિનો સ્વતંત્ર - અચિંત્ય પરમ ઐશ્વર્યના યોગથી સ્વામી છે. જો એ પ્રકારે એમાં કૃતકત્વ રહેલું હોવાથી કૃતકત્વની વિવક્ષાએ એ કયા સ્વભાવવાળો છે ? અર્થાત્ આત્માનો સ્વભાવ શું છે ? એ વિકલ્પ ક્યાંથી થાય ? એમ હોય તો જવાબ આપે છે. ‘ઈશ્વર દ્વારા લોક કરાતે છતે' એવા અભૂતભાવથી સિદ્ધત્વનો પણ સ્વીકાર ઈશ્વરમાં કર્દૂ અપેક્ષાએ મનાતો હોવાથી જેમ કે, ઈશ્વર આ લોકની રચના કરે છે તેમ સિદ્ધની પણ રચના કરે છે એમ માનીને કર્તૃ-કરનાર વ્યક્તિની વિવક્ષાથી એ સિદ્ધ કોના દ્વારા કરાયેલ છે ? એવો પ્રશ્ન થાય છે એનો જવાબ - દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ કોઈ દ્વારા સિદ્ધ કરાયેલ નથી, કારણ કે સંપૂર્ણ કર્મમલનો નાશ થવાથી જીવને સ્વસ્વરૂપનો અર્થાત્ સિદ્ધત્વનો લાભ થાય છે. કૃતકની વિવક્ષામાં કયા હેતુથી કરાયો ? એના જવાબમાં કહે છે. સમ્યગ્દર્શનાદિથી માંડીને સર્વસંવરૂપ શૈલેશીકરણની ક્રિયા સુધીના
१५