________________
मंगला चरणः
જ્ઞાનાવરણાદિ કર્મો પ્રબળ કારણ હોવાથી તેમને તેમના સ્વરૂપ માનીને જ્ઞાનાવરણાદિ ચારે ઘાતિકર્મનું અહીં તમ: શબ્દથી ગ્રહણ કર્યું છે અને રજ: અર્થાત્ વેદનીયાદિ ચારે ભવોપગ્રાહિ કર્મોનો એમાં સમાવેશ કર્યો છે. ભવોપગ્રાહિ એટલે કે ભવ-સંસારમાં જકડી રાખવા જે નિમિત્ત બને છે તેવા વેદનીય-આયુષ્ય-નામ-ગોત્ર કર્મ.
અથવા બીજી રીતે અર્થ કરે છે, જે પૂર્વબદ્ધ કર્મ છે તે તમઃ અને જે બધ્યમાન કર્મ છે તે રજ - અનાદિ કાળથી આત્મા પર અનેક કર્મો બંધાયેલા છે તે પૂર્વબદ્ધ તથા વર્તમાનમાં પ્રતિસમય આત્મા સાતે કર્મો (આયુષ્ય સિવાય) બાંધી રહેલ છે તે બધ્યમાન અવસ્થા - આ બંનેથી જે રહિત છે તે તમ રજ રહિત સમજવા એના દ્વારા પણ તેમને મોક્ષ પ્રાપ્ત થયો તે પહેલાંની અવસ્થા કે જેમાં તેઓ પણ બદ્ધ અને બધ્યમાન કર્મોવાળા હતા અને વર્તમાનમાં સિદ્ધ હોવાના કારણે પૂર્વની (ભૂતકાળની) આ બંને અવસ્થાઓથી રહિત છે એટલે એને મુક્તિ પ્રાપ્તિની ભૂતકાળની અવસ્થા કહે છે અને આત્માએ બધા પ્રયત્ન મુક્તિને માટે કરવા જોઈએ. એટલે અર્થથી મુક્તિનું પ્રયોજન અંતે મોક્ષ પ્રાપ્તિ એજ આત્માનું લક્ષ્ય છે એમ સૂચવ્યું છે. આ રીતે ઉક્ત ગાથા દ્વારા મંગલાદિ ત્રણની વાત જણાવી, આવા જે છે તેઓને નમસ્કાર કરીને શું કરવું? તે આગળ સંબંધ કરાશે. / ૧ //
આ રીતે હવે જેમનાથી આગમનો સમુદ્દભવ થયો છે અર્થાત્ જેઓએ આગમ શાસ્ત્રોની રચના કરી છે તે ગણધરાદિ ભગવંતોને કહીને જેમની પાસેથી વર્તમાન પરંપરાએ તે શ્રત આવેલું છે તે આચાર્ય ભગવંતો/ગુરુભગવંતો પણ નમસ્કાર યોગ્ય છે એટલે તેમની સ્તવના કરે છે.
નિપુણ ત્યાતિ' સુનિપુણ-જીવાદિ સમગ્ર પદાર્થોને કહેવામાં કુશળ જે આગમ અર્થાત્ આપ્ત વચન, તેના માટે કસોટીના પથ્થર