________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૪ બારે ય પ્રકારના શ્રાવક ધર્મનું કથન કરવું એ જ આ ગ્રંથરચનાનું પ્રયોજન છે. આ પ્રકરણમાં કહેવાતો શ્રાવક ધર્મ અભિધેય છે. સાધ્ય-સાધન રૂપ સંબંધ છે. તેમાં પ્રકરણનો અર્થ (શ્રાવક ધર્મનો અર્થ) સાધ્ય (કાય) છે. વચનરૂપને પામેલું આ પ્રકરણ તેનું =શ્રાવક ધર્મના અર્થને જાણવાનું) સાધન છે.
સંક્ષેપથી– પ્રશ્ન- અહીં શ્રાવક ધર્મને કહેવાની કોઈ જરૂર નથી. કેમ કે પૂર્વાચાર્યોએ જ યથોક્ત શ્રાવક ધર્મને અન્ય ગ્રંથોમાં કહ્યો છે.
ઉત્તર- પૂર્વાચાર્યોએ અન્ય ગ્રંથોમાં શ્રાવક ધર્મને કહ્યો છે એ તમારું કથન સાચું છે. પણ પૂર્વાચાર્યોએ શ્રાવક ધર્મ વિસ્તારથી કહ્યો છે. અહીં તો સંક્ષેપથી જાણવાની રુચિવાળા જીવોના અનુગ્રહ માટે સંક્ષેપથી કહીશ.
ગુરુના ઉપદેશના અનુસારે– શાસ્ત્રના અર્થને કહે તે ગુરુ. શ્રાવક ધર્મને મારી બુદ્ધિથી નહિ, કિંતુ ગુરુના ઉપદેશના અનુસારે કહીશ, અર્થાત્ ગણધર વગેરે ગુરુએ જે રીતે શ્રાવક ધર્મને કહ્યો છે તે રીતે કહીશ. (૧)
શ્રાવક' શબ્દનો અર્થ (ગાથા ૨-૩-૪-૫) श्रावकधर्मस्य प्रक्रान्तत्वात्तस्य श्रावकानुष्ठातृकत्वाच्छावकशब्दार्थमेव प्रतिपादयति
संपत्तदंसणाई, पइदियहं जइजणा सुणेई य ।। सामायारिं परमं, जो खल तं सावगं बिति ॥ २ ॥
| દિવ્યધ્વનિ- ભગવાન માલકોશ રાગમાં દેશમાં આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે. તે દિવ્યધ્વનિ યોજન સુધી પહોંચે છે.
ચામર– દેવો ભગવાનને શ્વેત ચામરો વીંઝે છે. સિંહાસન- સમવસરણમાં ભગવાન સિંહાસન ઉપર આરૂઢ થાય છે. સિંહાસન આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નનું હોય છે.
ભામંડલ– ભગવાનના મસ્તકની પાછળ ભામંડલ (=તેજનો સમૂહ) હોય છે. દુંદુભિ– દેવો સમવસરણમાં અને વિહારમાં દુંદુભિ વગાડે છે. દુંદુભિના અવાજથી ભગવાનના આગમનની ખબર પડતાં ચારે બાજુના પ્રદેશોમાં રહેલા લોકો દર્શન-વંદન-વાણી શ્રવણ માટે દોડી આવે છે.
છત્રપ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્રો લટકતાં હોય છે. તેમાં સૌથી નીચેનું છત્ર નાનું હોય છે. તેની ઉપરનું છત્ર તેનાથી મોટું હોય છે. ત્રીજું છત્ર તેનાથી પણ મોટું હોય છે. . શ્રાવાનુ તત્વત્ |