Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ ९१ 8 औचित्यस्य केवलिपर्यन्तस्थायित्वम् * सावृद्ध-धर्मोपदेष्टारो दीजादयश्च = दीजान्धकृपणप्रभृतयः, तेषु यत् कार्य दानादि तस्मिन् विषये औचित्येन वृत्तिर्यस्य તથા I૪/રૂપા ટળ્યું તક્ષત – 'ટાક્ષળ્યમિત્યf I ___दाक्षिण्यं परकृत्येष्वपि योगपरः शुभाशयो ज्ञेयः । गाम्भीर्य-धैर्यसचिवो मात्सर्यविघातकृत्परमः ॥४/४॥ दाक्षिण्यं परेषां कृत्येषु = कार्येषु अपि योगपरः = उत्साहप्रगुण: शुभाशयो शेयः । गाम्भीर्य = परैरलब्ध ___ कल्याणकन्दली दीनान्धकृपणप्रभृतय इति । प्रभृतिपदेनानाथभिक्षुप्रमुखग्रहणम् । तस्मिन् = दर्शितगुरु-दीनादिसम्बन्धिकार्ये औचित्येन वृत्तिः यस्य तत् तथा = औचित्यवृत्ति । इदञ्चौदार्यविशेषणम् । औचित्यमपुनर्बन्धकादारभ्य सयोगिकेवलिगुणस्थानं यावत् विशिष्ट|विशिष्टतरं भवति । अत एव केवलिनोऽपि यावदनभिज्ञास्तावत् चिरप्रजितं वन्दन्ते, गृहस्थदशायामपि यावदनभिज्ञास्तावत् पूर्ववन्मातृप्रभृतिविनयादिकं प्रयुञ्जन्ति । औचित्याभङ्गे एव कार्यसिद्धिराज्ञापालनञ्च । तदुक्तं पञ्चाशके -> उचियं खलु कायव्वं, सञ्चत्य सदा णरेण बुद्धिमता । इइ फलसिद्धी णियमा, एस च्चिय होइ आणं ति || - [पंचा.६/८] इति । दृश्यते च लोकेऽपि यथा कश्चिदमात्य-पुरोहितप्रभृतीन् भृशं भृशं प्रणामगोचरीकृत्य राजानं प्रणमति तदुपरि राजा रुष्यति । एवमेव दीनयाचकादिषु प्रथमं भृशमौदार्यं दर्शयित्वा पश्चात् गुर्वादिषु स्वल्पं तुल्यं वौदार्यमाविष्कुर्वन्नपि दोषभागेव । ततश्चौचित्यवृत्ते-| रिव सर्वत्र सानुबन्धसिद्धेस्साधकत्वं ज्ञापकत्वञ्चेति स्थितम् ॥४/३॥ ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> दाक्षिण्यं = परकृत्येषु अपि योगपर: गाम्भीर्य-धैर्यसचिवो मात्सर्यविधातकृत् परम: शुभाशयो ज्ञेयः ॥४/४॥ दाक्षिण्यं = परेषां अपि कार्येषु उत्साहप्रगुणः शुभाशय इति । श्रीपालादिवदिति गम्यम् । અનાથ) વગેરે. [૪૩] વિશેષાર્થ :- દાન, સેવા, ભક્તિ વગેરે કાર્યમાં સંકોચ ન થાય તેવો ચિત્તનો પરિણામ ઉદારતા છે. અનાદિકાળથી ચાલી આવતો કૃપા સ્વભાવ-તુચ્છ સ્વભાવ છોડી મન વિશાળ કરવું પડે. દા.ત. નોકર મોડો આવે કે વેપારીએ જરા વધુ ભાવ લીધો હોય તો તે વખતે ‘હરામખોર, આળસુ, લુચ્ચો...' વગેરે લેબલ લગાવીને સામેની વ્યક્તિ ઉપર હલકા વિચાર આવવા માંડે આવી તુચ્છતા એ સંકુચિત-શુદ્ર સ્વભાવનું પરિણામ છે. ઔદાર્ય લાવવા તેને અટકાવી ઉમદા વિચાર, સૌમ્ય વાણી અને ઉદાર વર્તાવ જોઈએ. એવા અવસરે “નોકરને કોઈક અગત્યનું કામ આવી ગયું હશે. બાકી તો તે રોજની જેમ સમયસર આવી જ જાય.’ ‘વેપારી ભલે થોડું વધારે કમાય, આપણે કાંઈ આટલામાં ભાંગી પડવાના નથી.” આવા ઉત્તમ વિચાર એ ઉદારતા છે. એવી ઉદારતા લાવવા સત્સંગ, સારું વાંચન, ગુણીકથા વગેરેનું સેવન કરવું અને નિંદા, વિકથા, ચાડી-ચુગલી, હલકું વાંચન, દુર્જનસંગ વગેરેથી દૂર રહેવું. તો જ ઉદારતા કેળવાય. પરંતુ સાથે સાથે તે ઔચિયુક્ત હોય તો જ ધર્મસિદ્ધિના લક્ષાણ તરીકે માન્ય બને. સોનાના ઘરેણાં પહેરાવી સોનાના થાળમાં સૌપ્રથમ બધા ભિખારીને ગુલાબબંબુ પેટ ભરીને આગ્રહપૂર્વક ખવડાવે અને માબાપને છેલ્લે વધલાં દાળ-ભાત થાળી ભરીને-પેટ ભરીને છૂટથી વપરાવે તેવી અનુચિત ઉદારતા ધર્મસિદ્ધિના લક્ષાણ તરીકે માન્ય ન બને, ઉપકારીના પ્રત્યે કૃતજ્ઞતાના પાલનરૂપે ઉચિત સેવા-ભક્તિના બદલે તેમના પ્રત્યે કૃતજ્ઞતા, અનુચિત વ્યવહાર, અસભ્ય વચનો, અવિનયભાવી એ ધર્મમહેલના પાયાનો નાશ કરે છે. દીન, અનાથ વગેરે પ્રત્યે પણ અવસરોચિત શક્ય ઉપાય મુજબ અનુકંપા રાખવી જરૂરી છે. પ્રતિમા, સંધમાળ, ઉપધાનમાળ, ઓચ્છવ વગેરેમાં લાખો રૂપિયા મન મૂકીને ખર્ચે અને ધર્મસંપન્ન સાધારાણસ્થિતિવાળા ધાર્મિક પાઠશાળાના શિક્ષકને કે સાધર્મિકને આગીના સમયે આર્થિક સહાય કરવામાં કચવાટ કરે અથવા બે કડવા શબ્દ બોલીને કે બે-ચાર ધકકા ખવડાવીને તિરસ્કારથી માંડ માંડ ૧૦૦-૨૦૦ રૂપિયા આપે તેવી અનુચિત ઉદારતા બતાવનાર વ્યક્તિ હકીકતમાં ધર્મને હાર્દિક રીતે પામ્યો તેમ કહી ન શકાય. તે જ રીતે ગામડા વગેરેમાં પ્રતિષ્ઠા, અંજન શલાકા વગેરે પ્રસંગે બેંડવાવપૂર્વક વરઘોડા, સંઘજમણ, નવકારશી વગેરેમાં લાખો રૂપિયાની ઉછામાણી બોલે અને તે પ્રસંગે ગામડાના બધા ઈતર લોકોને પ્રીતિભોજન કરાવવાની ના પાડે તેવી સંઘના સભ્યોની ઉદારતામાં રહેલી અનુચિતતા ઈતર! લોકોને જૈન ધર્મ પ્રત્યે આદર જન્માવવાના બદલે તિરસ્કાર પેદા કરવામાં મોટું નિમિત્ત બની જાય તે રીતે દેવદ્રવ્ય ભરપૂર હોય તેવા ક્ષેત્રમાં પ્રતિમા વગેરે પ્રસંગે સામસામે હરિફાઈમાં આવીને લાખો રૂપિયા આપવાની ઉદારતા બતાવે અને સાધારણ ખાતામાં અતિઆવશ્યકતા હોય, તોટો હોય છતાં તેમાં પરાગે ૧૦૦ રૂપિયા આપે તે ઉદારતા પાર ઉચિત ન કહેવાય. તથા વિહારના ક્ષેત્રમાં ગામડામાં ઉપાશ્રયની અતિઆવશ્યકતા હોવા છતાં ત્યાં ટીપમાં અનિછાથી ૫૦૦ રૂ. લખાવે અને જ્યાં શિખરબંધી દેરાસર હોય, નવા જિનમંદિરની વિશેષ આવશ્યકતા ન હોય ત્યાં વટથી વ્યક્તિગત શિખરબંધી અન્ય જિનાલય બાંધવા લાખો રૂપિયાની ઉદારતા બતાવે-આ પણ ઔચિત્યહીન ઉદારતા કહેવાય. અથવા બહારગામથી ટીપ વગેરે દ્વારા ૨કમ ઉઘરાવીને ૩-૪ લાખની કિંમતનું સંઘનું દેરાસર બાંધે અને પ્રતિષ્ઠા વખતે ગામના જ જૈન ભાઈઓ ૧૫-૨૦ લાખ રૂપિયાની માતબર રકમ ખર્ચવાની ઉદારતા બતાવે. આ પાણ અનુચિત ઉદારતા કહી શકાય. પાઠશાળાના બાળકોને પ્રોત્સાહન આપવા પરાણે વર્ષે ૧૦૦ રૂા. આપનાર વ્યક્તિ પ્રતિષ્ઠા વગેરેની પત્રિકામાં પોતાના નામ માટે ૧-૨ લાખ રૂપિયા વ્યક્તિગત રીતે ખર્ચવા ઉદારતા બતાવે - આ ઉદારતામાં પણ ઔચિત્યનો -વિવેકનો ભંગ થયેલ કહેવાય. આ જ રીતે ગુરુ, વિદ્યાગુરુ વગેરેની ૫-૧૦ મિનિટ માંડ માંડ ભક્તિ કરે અને પોતાના માનેલા સાથીદાર નીરોગી મુનિની ૨-૩ કલાક ભક્તિ વગર અવસરે કરવામાં ઉદારતા બતાવે તે પણ ઉદારતાની અનુચિતતા જ કહેવાય, ઉદારતા કદાચ સરળ હશે. પરંતુ ઉચિત ઉદારતા કેળવવી કઠણ છે; કારણ કે તે માટે માર્ગાનુસારી પ્રકૂટ ક્ષયોપશમની આવશ્યકતા છે, જે માત્ર ચરમાવર્તમાં જ લભ્ય છે. વર્તમાન કાળમાં આ બાબત વિશેષત: વિચારણીય છે. [૪/૩] ધર્મના દ્વિતીય લિંગ દાક્ષિણ્યને બતાવતાં મૂલકારથી ફરમાવે છે કે – મામા :- પારકાના કાર્યોન વિશે પાર ઉત્સાહતત્પર, ગંભીરતા અને ધીરતાથી યુક્ત તથા માત્સર્યનો નાશ કરનાર એવા પરમ શુભાશયને દાક્ષિણય જાણવું. ૪િ/૪]. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240