Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 196
________________ 08 अनघशिल्पिनः स्वसम्पदनुसारिमूल्यार्पणम् ॐ १६३ पुरस्सरा यत्र = यस्यां क्रियायां तथा, कर्तुः = शिल्पिनः, विभवोचितस्य - स्वसम्पदनुसारिणो मूल्यस्य अर्पणं, अनघस्य = व्यसजरहितस्य शुभेन = प्रशस्तेज भावेन = अध्यवसायेज ॥७/२|| 'Bolધાં ડુત વિશેષUTOGEછેવું સાક્ષાતાહ – 'ને'ત્યાત્રિ | नार्पणमितरस्य तथा युक्त्या वक्तव्यमेव मूल्यमिति । काले च दानमुचितं शुभभावेनैव विधिपूर्वम् ॥७/३॥ - कल्याणकन्दली स्वसम्पदनुसारिणः = न्यायार्जितस्वीयद्रव्याऽनुरूपस्य, अन्यायार्जितद्रव्यस्य बिम्बनिर्मापणविनियोगे स्वपराभ्युदयहानिः स्यात्, यथोक्तं विवेकविलासे -> अन्यायद्रव्यनिष्पन्ना परवास्तुदलोद्भवा । हीनाधिकाङ्गी प्रतिमा, स्वपरोन्नतिनाशिनी ।। <- [आचारदिनकर-प्रतिष्ठाविधिः पृ.१४६] इति । एवं न्यायोपात्तसम्पदाधिक्येऽधिकतरस्य मूल्यस्य अर्पणं, तदुक्तं बाणभट्टेના િદવરિતે --— વિમવ-પદ્ધ પ્રતિત્તિ: - . ૨૦૬] રૂતિ | ___ व्यसनरहितस्य = मद्य-मांसादिभोगरहितस्य शिल्पिनः, तदुक्तं निर्वाणकलिकायां -> सर्वाङ्गावयवरमणीयः क्षान्तिमार्दवार्जवसत्यशौचसम्पन्नः मद्यमांसादिभोगरहितः कृतज्ञो विनीतः शिल्पी सिद्धान्तवान् विचक्षणो धृतिमान् विमलात्मा शिल्पिनां । प्रधानो जितारिषड्वर्गः कृतकर्मा निराकुलः - प्रतिष्ठाविधि-पृ.११] इति । शुभेन भावेनेति । तत्स्वरूपञ्च पञ्चाशके --> सोउं णाऊण गुणे जिणाण जाया सुद्धबुद्धीए । किच्चमिणं मणुयाणं जम्मफलं एत्तियं चेह ।। गुणपगरिसो जिणा खल तेसिं बिंबस्स दंसणं पि सुहं । कारावणेण तस्स उ अणुग्गहो अत्तणो परमो || मोक्खपहसामियाणं, मोक्खत्थं उज्जएण कुसलेणं । तग्गुणबहुमाणादिसु, जइयव्वं सञ्चजत्तेणं ।। तग्गुणबहुमाणाओ तह सुहभावेण बज्झती णियमा । कम्मं सुहाणुबंधं तस्सुदया सव्वसिद्धित्ति ।। इय सुद्धबुद्भिजोगा काले संपूइऊण कत्तारं । विभवोचियमप्पेज्जा, मोल्लं अणहस्स सुहभावो ॥ ~ [૮/ ૩ -૭ ટુવતમ્ ||૭/રા. વિશેષાર્થ :- પરસ્ત્રીગમન, માંસાહાર, ધૂમ્રપાન, દારૂ વગેરેના વ્યસનથી રહિત એવા શિલ્પી પાસે જિનપ્રતિમા ઘડાવવી જોઈએ. સારા મુહૂર્તમાં જિનપ્રતિમા ઘડવાનું નકકી કરવું જોઈએ. સુંદર ભોજન, તાંબુલ, ફળ-ફૂલ વગેરે દ્વારા શિલ્પીનો સત્કાર કરવો જોઈએ. જે જિનેશ્વર ભગવંતની પ્રતિમા બનાવવી હોય તેનું સંક્ષેપમાં જીવનચરિત્ર, તેમની મૈત્રી-વીતરાગતા-વૈરાગ્ય વગેરે ગુણસમૃદ્ધિ શિલ્પીને , કહેવી જોઈએ, જેથી શિલ્પી જિનેશ્વર ભગવંત પ્રત્યે આદરવાળો બને અને જિનપ્રતિમામાં તેવા ભાવ - નિર્વિકાર પ્રસન્ન સૌમ્ય મુખાકૃતિ લાવવાનો પ્રયત્ન કરે. પ્રતિમા બનાવવાનું શિલ્પી સાથે નકકી થાય ત્યારે પ્રસન્નતાપૂર્વક આ શિલ્પી સૌમ્ય-નિર્વિકાર એવી જિનપ્રતિમા બનાવે, જેથી તેના દર્શન-વંદન-પૂજન આદિમાં લોકોના ભકિતભાવમાં ઉછાળો આવે અને તેનાથી મારો ભવનિસ્તાર થાય' આવા શુભ ભાવથી શિલ્પીને પોતાની સંપત્તિને અનુસાર કિંમત ચૂકવવી. અમુક કિંમત પ્રતિમા ઘડવાની પૂર્વે ચૂકવવાની હોય છે અને અમુક કિંમત જિનપ્રતિમા સંપન્ન થઈ જાય ત્યારે ચૂકવવાની હોય છે. એ અપેક્ષાએ આ વાત જાણવી અથવા જે જે દેશ-કાળમાં જે પદ્ધતિ હોય તેને અનુસાર મૂલ્ય આપવાની વિધિ જાણવી. પરંતુ કિંમત શિલ્પીના કામ અનુસારે નહિ પણ પોતાની ધનસમૃદ્ધિને અનુસાર ચૂકવવાની હોય છે. આ વાત અતિ મહત્ત્વની છે. પોતાને ત્યાં કે દેરાસરના સંકુલમાં પ્રતિમા ઘડનાર શિલ્પીને શેઠની સંપત્તિનો અંદાજ આવી જ જય અને જે ઓછી કિંમત શ્રીમંત શેઠે નકકી કરી હોય તો તે શિલ્પીને પ્રતિમા ઘડવામાં વિશેષ ઉલ્લાસ ન આવે અથવા તેને બીજે ઠેકાણે વધારે કિંમત મળે તો તે અન્યત્ર ચાલ્યો જાય તેવું પણ બને, જો તેને સંતોષ ન થયો હોય તો. પ્રતિમા ઘડાતી હોય ત્યારે ધૂપ-દીવો વગેરે ચાલુ રાખવાનું વિધાન પણ અન્યત્ર આવે છે. તથા જિનપ્રતિમા તૈયાર થતી હોય તે દરમ્યાન શિલ્પી પાસે જઈ તેની પ્રસન્નતા વધે તે રીતે તેને ભોજન-શયન આદિની અનુકૂળતા રહે તેનો શ્રાવકે ખ્યાલ રાખવો જોઈએ. અનુપમા દેવી, કર્માશા વગેરેએ કરેલી શિલ્પીની કદર ખ્યાલમાં રાખવા જેવી છે. શિલ્પી પ્રસન્ન હોય તો જ જિનપ્રતિમામાં નૂર ઉપસી આવે. તેમ જ શાંતરસ, નિર્વિકારદૃષ્ટિ, અદ્ભુત વૈરાગ્ય, અપૂર્વ ત્યાગ, આશ્ચર્યકારી તેજ, ચમત્કારી સૌમ્ય ધ્યાનમુદ્રા, દિવ્ય પ્રસન્નતા, અલૌકિક યોગવૈભવ આદિ ભાવોની છાયા-છાંટ દઢિગત થાય. જિન પ્રતિમાના તથાવિધ ભાવો ઉપસાવવામાં શિલ્પીની ચિત્તપ્રસન્નતા પણ અગત્યનો ભાગ ભજવે છે. આ ભૂલાવું ન જોઈએ. માટે જ શ્રાવકે જિનપ્રતિમા તૈયાર થતી હોય ત્યારે વચ્ચે વચ્ચે અવારનવાર શિલ્પીની પ્રશંસા વગેરે કરવી જોઈએ. લાખો-કરોડો રૂપિયા ખર્ચીને દેરાસર બંધાવનાર શ્રાવક જિનપ્રતિમા ઘડનાર શિલ્પીની સાથે પાણતાવાળો શુદ્ર વ્યવહાર રાખે તે તદ્દન અનુચિત છે. અંજનશલાકા, પ્રતિકા, નૂતન જિનાલયો, અભિનવ તીર્થોનો પ્રચૂર પ્રમાણમાં સાપ્રતકાલે ઉદ્દભવ થતો હોવાથી વર્તમાન કાળમાં આ બધી બાબતોની જાણકારી આચાર્ય ભગવંત વગેરેએ શ્રાવકોને આપવી અને શ્રાવકે તેનો અમલ કરવો એ ખૂબ જરૂરી છે. [૭/૨] શિલ્પીનું વ્યસનરહિત' એવું જે વિશેષાણ મૂલકારશ્રીએ જણાવેલ છે તેનાથી જેની બાદબાકી કરવાની છે તેને મૂલકારથી સાક્ષાત્ જણાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240