Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 234
________________ * अवञ्चकत्रयसामग्रीविमर्शः ૨૬/૨૨૦/૨૨) તિ યોમલ્ટિસમુળયે ||૮/૧૩|| कल्याणकन्दली तथा सदुपदेशादिना धर्मसिद्धी विषये सतां मता इति ॥ २२१ || स्यादेतत् दर्शिताऽवञ्चकत्रयप्राप्तिः बीजन्यासात् कथं सम्भवेत् ? तस्याः साधुवन्दनादिनिमित्तकत्वेन प्रतिपादनात्, | तदुक्तं योगदृष्टिसमुचये -> योग क्रिया फलाख्यं यत् श्रूयतेऽवश्ञ्चकत्रयम् । साधूनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ||३४|| एतच सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्व परमस्तथाभावमलाल्पता ||३५|| इति चेत् ? अत्र बदन्ति अवञ्चकत्रयसम्प्राप्ती ह्यन्तरङ्गं कारणं कर्मसम्बन्धयोग्यतालक्षणभावमलस्य ह्रास एवं बहिरङ्गन्तु कारणं कदाचित् साधुवन्दनं, क्वचित् बीजन्यासः कुत्रचित् गुरुभक्तिरित्यादि विभिद्यते । न ह्युपाय उपायान्तरस्यापोहको भवति, उपायत्वहाने । अत एव 'सत्प्रणामादिनिमित्तं' इत्यत्र आदिपदोपादानमकारि मूलकारैः । आत्मदर्शनगीतायां उपादाननिमित्ताभ्यां कारणाभ्यां विचक्षणः । आत्मदर्शनसंप्राप्त्यै जिज्ञासुर्यतते ध्रुवम् ||४६|| - इत्येवं बुद्धिसागरसूरिभि रुक्तत्वादुभयत्र यतनीयं मुमुक्षु Jain Education International કે વિશેષાર્થ :- પ્રસ્તુત નિજભાવપ્રતિષ્ઠાનું ફળ ૩ અવંચક યોગની પ્રાપ્તિ છે. અપંચક - સફળ અમોય. પોતાનામાં ભાવપૂર્વક વીતરાગભાવનું સ્થાપન કરવાથી એવો ભાવ = આશય = પરિણામ પેદા થાય છે કે જે યોગ, ક્રિયા, ફળની સાથે રહી તે ત્રણેને અવશ્ય ફૂલવાન બનાવે. તેથી તે માત્ર યોગ નિહ પણ યોગાવંચક કહેવાય, માત્ર ક્રિયા નહિં પણ ક્રિયાઅવંચક કહેવાય, માત્ર ફળ નહિ લાપંચક કહેવાય. મતલબ કે [૧] કેવળ બાહ્યથી સાધુનો યોગ - મેળાપ કરાય, [૨] ઍમને વંદનાદિ ક્રિયા પણ માત્ર બહારથી જ કરાય. [૩] તેમ જ સાધુના ઉપદેશથી માત્ર દેખાદેખીથી પચ્ચખાણ લેવા સ્વરૂપ ફળ મળે. પણ તેની સાથે મનમાં તેવો ભાવ ન જાગે, તેવો આશય ન હોય તો ક્રમશઃ તે યોગ, ક્રિયા અને ફળ સફળ ન થાય. તે યોગાવંચક આદિ ન બને. ત્રણેય અવંચક યોગ સાધુને અવલંબીને કરાય તે શ્રેષ્ઠ છે. સત્યોગ = કંચન-કામિનીના ત્યાગી નિગ્રન્થ જૈનમુનિનો યોગ થાય, દર્શન થાય. તથાવિધ નિર્મળ આશયથી થાય તો તે યોગાવંચક બને. ત્યારે મનને એમ થાય કે કેવા ધન્ય છે મહાત્મા ! પોતાના દર્શન આપવા દ્વારા જોનારની આંખને - આત્માને પવિત્ર કરનાર છે. કલ્યાણકારી પાપહારી મહાત્માએ મોહમાયા-વિષયોને અલવિદા આપી. હું મૂઢ જીવડો મોહમાયામાં ફસાઈ ગયો. ધન્ય છે એમના ત્યાગને ! લાવ, મહાન ત્યાગીના દર્શન-વંદન કરી પાવન થાઉં, જેથી મને પણ વહેલી તકે સર્વસંગ-ત્યાગનો રૂડો અવસર મળે' આવી ભાવનાથી સાધુનો સંપર્ક સાધે એ યોગાપંચક - સફળ સાધ્યોગ. પછી ઉછળતા અહોભાવથી સાધુને છંદનાદિ કરે તે ક્રિયાઅર્થચર્ચા. પછી સાધના ઉપદેશ વગેરે સાંભળી આદરથી વન-પચ્ચખાણ કરે તો તે ફલઅપંચક કહેવાય. તે ફાળંચક એટલા માટે કે ત્યાર બાદ ઉત્તરોત્તર વિશેષ પ્રકારના ઉત્તમ યોગ, ક્રિયા, ફળ ચાલ્યા કરે. આનાથી એ ફિલત થાય છે કે સાધુસમાગમ થયા પછી તેને વંદનાદિ કરવાની પડી ન હોય, તો તે યોગ સફળ પંચક ના કહેવાય. તે નિષ્ફળ યોગ કહેવાય. દા.ત. આવો સાધુસમાગમ સામે ચાલીને કર્યો ન હોય પરંતુ ઘરમાં બેઠા હતા અને અચાનક સાધુ ગોચરી માટે આવ્યા એ સમયે ‘લાવ, ગુરુવંદનનો લાભ લઈ લઉં.' આવી કશી તમન્ના ન હોય. રસ્તે ચાલતા વિહાર કરતા સાધુના દર્શન થઈ ગયા. ત્યારે બે હાથ જેડીને ‘મન્યએણ વૃંદામિ' કહેવાની પણ ફુરસત ન હોય, આનંદથી પાડું ન ફરકે, કદાચ સામે ચાલીને સાધુસમાગમ કરવા જાય એ વખતે પણ વાત-વીસામા સિવાય કે સમય પસાર કરવા સિવાય કશો બીજે સારો આશય ન હોય. ‘મહારાજ બહુ વિદ્વાન-વ્યાખ્યાતા છે. એમની પાસે કંઈક સાંભળવા મળશે એટલે મનોરંજન થશે, કોઈક હોશિયાર કળા-એકટીંગ શીખવા મળશે', 'સાધુ ભગવંત પાસે જઈએ એટલે શેઠની નજરમાં આપણે ધર્મી ગણાઈએ અને શેઠ રાજી થાય તો અવસરે આપણને આર્થિક મદદ પણ કરતા રહે. અવસરે શેઠ ઉપયોગી થાય' આવા મર્લિન આશયથી સાધુદર્શન કરે કે સાધુસમાગમ કરે તો તે નિષ્ફળ સાધુયોગ છે, સફળ આત્મહિતકર નથી. ગુરુદેવના વિરહમાં, સાધુ ભગવંતની જેમ તીર્થ, દેરાસર વગેરેને આશ્રયીને પણ સદ્યોગાવંચક, ક્રિયાઅવંચક અને ફલાવંચક સંભવી શકે. ‘જગતમાં એક માત્ર શરણ હોય તો દેવાધિદેવ પરમાત્મા છે. એમની નિર્વિકારી આંખોના દર્શન કરી મારી આંખોને પવિત્ર કર્યું. એ પરોપકારીને વંદનાદિ કરીને હું કાયાને ધન્ય બનાવું. મોક્ષમાર્ગના પ્રસ્થાપક, સર્વ જીવોના મસીહા, અચિંત્યચિંતામણિ, તારક તીર્થંકરની સ્તવના કરીને બને સફળ કર્યું, મનમંદિરમાં મહાવીરની પ્રતિષ્ઠા કરી હૃદયને કૃતાર્થ કરું...' આવી ભાવનાથી પરમાત્માના દર્શન કરવા - તીર્થયાત્રા કરવી એ સદ્યોગાવંચક છે. ઉછળતા ઉલ્લાસથી જયણાપૂર્વક પ્રભુજીને અંગલૂછણાથી સ્વચ્છ કરવા, પ્રભુજીની અંગરચના કરવી, પરમાત્માની પૂજા-ચૈત્યવંદન કરવા, દેરાસરનો જયણાથી કાજે લેવો, દેરાસર સ્વચ્છ કરવું વગેરે ક્રિયા અર્થચક્ર કહેવાય. પ્રભુજીની સન્મુખ આદરથી આનંદથી વ્રત-પચ્ચખાણ વગેરે કરવા તે લાપંચક કહેવાય. જે તેમાં કંટાળો, ગતાનુગતિકતા, અકળામણ, ઉતાવળ વગેરે થાય તો તે યોગ, ક્રિયા અને ફળ અવંચક અમોઘ સફળ ન બને. વાસ્તવમાં સન્ યોગ, વંદનાદિ ક્રિયા, ઉપદેશ-પ્રતિજ્ઞા વગેરે ફળ પ્રાપ્તિને અવંચક બનાવવામાં વિશિષ્ટ શોપમ કારણ છે અને તેનું કારણ સહજ મલહાસ છે - આ વાત ખ્યાલમાં રાખવી. ના રીતે સર્વે ધર્મક્ષેત્ર સંબંધમાં અવંચક યોગ વગેરેની વિચારણા કરવી. આ બધાના મૂળમાં ભાવપ્રતિષ્ઠા - સ્વામામાં વીતરાગભાવનો આરોપ છે. તેનાથી યોગ, ક્રિયા વગેરેની પ્રાપ્તિ કરાવનાર પુરુષ બંધાય છે. અને પૂર્વોક્ત પ્રતિષ્ઠા દ્વારા મોક્ષની-વીતરાગદશાની રુચિ-પ્રીતિ દૃઢ બનવાથી સત્યોગ, ક્રિયા વગેરેમાં આદર, બહુમાન વગેરે પ્રગટે છે. આદર, બહુમાન, વિધિપાલન અને જયણા દ્વારા પ્રત્યેક ધર્મક્રિયાને ચેતનવંતી બનાવવામાં ભાવપ્રતિષ્ઠાનો ઘણો મોટો હિસ્સો છે. [૮/૧૩] २०१ = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240