________________
* यतनाया हिंसानिवृत्तिफलकत्वम् ॐ जनु पृथिव्याधुपमर्दमन्तरेण जिनभवनकारणं न सम्भवति । तत्र च नियमेन हिंसेति कथमतो धर्मवृद्धि| Fરત્યાયાહ -> 'યતનાત ત્યાતિ | यतनातो न च हिंसा यस्मादेपैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद्विहितमतोऽदुष्टमेतदिति ॥६/१६।।
कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यतनातश्च न हिंसा, यस्मात् एषा एवं तन्निवृत्तिफला, तदधिकनिवृत्तिभावात् । एतद् विहितम् । अतोऽदष्टमिति ॥६/१६॥ इयञ्च कारिका अधिकारविंशिकावृत्ति-प्रतिमाशतकवृत्ति-कूपदृष्टान्तविशदीकरणપદિરાતિવૃજ્યા [૩.કિં.રા.૨૨. પ્ર.રા.ન. ૩૦ તથT T.૬૦.પૃ.૩૩૭, ફૂ.૮] તિદિન |
[3] આમ ગૃહસ્થ દેરાસર બનાવે ત્યારે દેશ-કાળને ઓળખી તેની સાથે સાથે સાધુઓ ઉતરી શકે તેવું દેરાસરસંલગ્ન સ્થાન [આરાધનાભવનપૌષધશાળા-ઉપાશ્રય જેવું પણ બંધાવે. તથા બન્નેના નિભાવ માટે પહેલેથી અમુક રકમ કે આવક શ્રાવકો રાખતા. રકમ મૂકતી વખતે શ્રાવકો એવો આશય રાખે કે “આ મૂળધનનો સદુપયોગ દેરાસરની સુરક્ષા, દેખરેખ, વ્યવસ્થા વગેરે ઉપરાંત અહીં દેરાસરસંલગ્ન સાધુવસતિ આદિમાં પધારનારા બાલ, વૃદ્ધ વગેરે તમામ સાધુભગવંતો અને સાધર્મિકોના અવસ્થાન માટે થાય; જેના લીધે ચૈફાતિ વધે.' અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે દેરાસર, દેરાસરસંલગ્ન આરાધનાભવન આદિ સ્થાન સાધુ, શ્રાવક આદિની આરાધનામાં ઉપયોગી થવાના લીધે તેનાથી સાધુ, શ્રાવક આદિનો ઉપખંભ = ટેકો-સહાય થાય તો જ ચૈત્ર અને તેને સંલગ્ન સાધુપ્રયોગ્ય વસતિ આદિનો મહિમા વધે. આ ચેત્યસ્ફાતિ કહેવાય. જેમ વર્તમાનકાળમાં જાત્રાળુ વગેરેની વ્યવસ્થા આદિ બરાબર સચવાય તો તીર્થ વગેરેનો મહિમા વધે, અધિક યાત્રાળુ આવે. ઉપરોકત ચટસ્ફાતિચૈત્વમહિમા વધારવાના શુભ આશયથી મૂલધન એકત્રિત થયેલ છે.
દેરાસર બનાવનાર કે ચૈત્યસંબંધી મૂલધનને સ્થાપિત કરનાર-એકત્રિત કરનાર-વધારનાર શ્રાવકો કે વ્યવસ્થાપકોના ઉપરોક્ત અભિસંધિવિશેષથી = વિશિષ્ટ અભિપ્રાયથી ચાયતન તથા સંલગ્ન વસતિ સંબધી મૂલધન શુદ્ધ થયેલ છે. આથી તે દ્રવ્ય ઉપરોકત રીતે સાધુ-શ્રાવક માટે ઉપરુંભક બની શકે છે. તેનાથી સાધુ ભગવંતો કે શ્રાવકોને કોઈ દોષ લાગતો નથી. પ્રસ્તુતમાં અક્ષયનીવિ = મૂલધન અને વર્તમાન કાળમાં પ્રસિદ્ધ દેવદ્રવ્ય આ બે એક જ વસ્તુ નથી- એટલું ધ્યાનમાં રાખવું. અક્ષયનીધિ પદથી જિનાલય + જિનાલયસંબંદ્ધ ઉપાશ્રય-આ બન્ને સંબંધી સાધારણ મૂલધન-મૂડી એમ સમજવું. તેની માવજત-વૃદ્ધિ ગૃહસ્થ કરવાની છે. નજીકના પૂર્વ કાળમાં દેરાસરમાં કે દેરાસરની બહાર આવશે ભંડાર દેરાસર-સાધુ-સાધ્વી-સાધર્મિકોદ્ધાર આદિ કાર્યના ઉપષ્ટભ-ટેકા માટે રાખવામાં આવતો હશે. તેની વૃદ્ધિ થાવકો કરતા હશે- એમ લાગે છે. આથી સાધુ ભગવંતોને તે મકાનના વપરાશમાં દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગતો નથી.
અમુક ઈતિહાસવિદ્દ વિદ્વાનોનું એવું કથન છે કે પૂર્વે દેરાસરના ગર્ભગૃહમાં પ્રભુજી રહેતા, બાહ્ય રંગમંડપમાં વ્યાખ્યાનાદિ તથા ધાર્મિક નાટકો ભજવવાનું કામ થતું. બારમા સૈકામાં ઘણાં નાટકો બન્યાં છે કે જે દેરાસરના રંગમંડપમાં ભજવાયાં છે. આના સ્પષ્ટ ઉલ્લેખો મળે જ છે. પ્રેક્ષા ખેડામંડપમાં પ્રેક્ષકવર્ગ બેસી શકતો. વસતિ તરીકે ઓળખાતા ચૈત્યવિભાગમાં સાધુઓ મુકામ કરતા.
[૪] પૂર્વ કાળમાં શ્રાવકો પોતે જ દેરાસર બંધાવતા હતા. આજની જેમ દેવદ્રવ્યમાંથી દેરાસર બાંધવાની પ્રવૃત્તિ પૂર્વ કાળમાં ન હતી. પાલીતાણા, ગિરનારજી, આબુ, રાણકપુર, કાવી વગેરે સ્થાનોમાં રહેલા જિનાલયો આની સાક્ષી પૂરે છે. (દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસરના જીર્ણોદ્ધાર અને દેરાસરના નિર્વાહના કાર્યોમાં થાય, પણ નવા દેરાસરો બંધાવવામાં એનો ઉપયોગ થઇ શકે એવા સ્પષ્ટ અક્ષરો મળતા નથી. તેમ છતાં વર્તમાનમાં આ પરંપરા સર્વત્ર સ્વીકૃત થયેલી જણાય છે. પરંતુ આ વાત પ્રસ્તુતમાં ઉપયોગી ન હોવાથી તેની અહીં વિશદ છણાવટ અમે કરતા નથી.) શ્રાવકે બનાવેલ દેરાસર જીર્ણ-શીર્ણ થાય ત્યારે તેના વંશજો પોતાના પૂર્વજો પ્રત્યેના આદરના કારણે તે દેરાસર અને દેરાસરસંલગ્ન ઉપાશ્રયના જીર્ણોદ્ધાર-નિર્વાહ વગેરે કાર્યો ભકિતથી વિશેષ પ્રકારે કરે. આમ દેરાસર સંબંધી શુભ કાર્યોમાં તેના વંશ-વારસાગત પુરુષ પ્રવૃત્ત થવાથી સમ્યગદર્શન નિર્મળ કરી મોક્ષમાર્ગે આગળ વધી સંસાર તરે તેમાં મુખ્ય નિમિત્ત બને છે દેરાસરને બનાવનારા પૂર્વજો.
વળી, અહીં એક મહત્ત્વની વાત એ છે કે ટીકામાં ‘વાત-વૃદ્ધ-અનાનસાધુ-સાઘર્ષિકમૃત નાજૂ' શબ્દપ્રયોગ થયેલ છે તેનાથી જણાય છે કે દેરાસર બંધાવનાર બાલ-વૃદ્ધ વગેરે મહાત્માઓ અને સાધર્મિક વગેરે માટે દેરાસર સંલગ્ન મકાન વગેરે પણ બનાવતા હશે. તથા તે બધાનો નિર્વાહ થાય તે માટે કાયમી મૂડી તરીકે દુકાન, વાડી, જમીન વગેરે પણ રાખતા હશે કે જેના આધારે તેના વંશજો તેની સાર-સંભાળ કરે. પરંતુ કરોડ રૂપિયા ખર્ચવાની શક્તિ હોય તો કરોડ રૂપિયાની કિંમતનું દેરાસર બનાવી તેની સાર-સંભાળ-નિર્વાહનો ભારબોજ શ્રીસંઘના ઉપર લાદે તેવું કરવું ઉચિત ન ગણાય. પરંતુ ઉપરોક્ત રીતે કરે તો તે જિનાલયનિર્માણ ‘વંશતરકાંડ' = સ્વવંશને તરવા માટે નાવ સમાન બને.
[] દેરાસર બનાવનાર શ્રાવકના વંશજો માત્ર પોતાના પૂર્વજોએ બનાવેલ દેરાસરની ભક્તિ કરે અને બીજા દેરાસરમાં ન જાય, બીજા જિનાલયો પ્રત્યે ભકિતભાવ રાખવાના બદલે તેના પ્રત્યે અવજ્ઞા-આશાતના-ઉપેક્ષાનો ભાવ રાખે તો મિથ્યાત્વનો ઉદય થાય. પરંતુ વિવેકી વંશજો પોતાના પૂર્વજોએ બનાવેલ દેરાસરની વિશેષ ભકિત કરવા છતાં અન્ય જિનાલયો તરફ ભક્તિભાવ છોડે નહિ. માટે મિથ્યાત્વનો ઉદય થવાની કોઈ શક્યતા નથી રહેતી, પરંતુ ધર્મવૃદ્ધિ થાય છે. [૬/૧૫]
? હૃ.9
‘ત' તિ કુતિ :
: |
Jain Education Interational
For Private & Personal Use Only